મેઘરજ તાલુકામાં ચોમાસું સીઝનનો માત્ર ૧૪ ઈંચ વરસાદ વરસ્યો પરંતુ તાલુકાના તમામ તળાવો ખાલીખમ છે જેથી તાલુકામાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી સંભાવના સેવાઈ રહી છે. મેઘરજ તાલુકાની તમામ ખેતી વરસાદ ઉપર આધારિત છે. ચોમાસુ સારો વરસાદ હોય તો નદી તળાવો છલકાય જાય તો કુવા બોર ના પાણીના તળ ઉચા આવે છે.
તળાવોમાં આજ સુધી નવા નીર આવ્યા નથી
અને તે પાણીનો ઉપયોગ ખેડૂતો શિયાળુ સીઝનમાં કરે છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસું વરસાદ મેઘરજ તાલુકામાં ઓછા હોવાથી તાલુકામાં ચોમાસા દરમ્યાન નદી ચેકડેમ અને તળાવોમાં આજ સુધી નવા નીર આવ્યા નથી તાલુકાની જીવાદોરી સમાન વૈડીડેમમાં પણ પાણીનો પુરતો જથ્થો ન હોવાથી શિયાળું સીઝનમાં ખેડૂતોને ખેતી માટે મુશ્કેલી સર્જાય તેવી દેખાઈ રહ્યું છે. ઓગસ્ટ માસ પુરો થવાને આરે છે ત્યારે વાત્રક નદીમાં પણ પુરતું પાણી નથી.
પીવાના પાણી માટે મોટી સમસ્યા
મેઘરજ તાલુકાના તમામ ગામોમાં રહેલાં નાના મોટા તળાવો ખાલીખમ હોવાથી આવનાર સમયમાં મેઘરજ તાલુકા માટે પીવાના પાણી માટે મોટી સમસ્યા સર્જાય તેવું દેખાઈ રહ્યું છે જો નદી ચેકડેમ અને તળાવો ચોમાસુ વરસાદના પાણીથી નહીં ભરાય તો ખેડૂતો શિયાળુ ખેતી નહીં કરી શકે જેને લઈને ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી છે.
Read Also
- વડોદરાના જાંબુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત
- બજેટ 2021-22 : સરકાર ખેડૂતો માટે લઇ શકે આ નિર્ણય, કૃષિ દેવાનું લક્ષ્ય આટલા કરોડ સુધી પહોંચે તેવી શક્યતા
- અમદાવાદના મધ્યઝોનમાં સફાઈ અને ટ્રાફિકની સમસ્યા, સ્થાનિકો રોષે ભરાયા
- આંદોલન/ ખેડૂતોને ફાયદો થાય કે નહીં પણ સરકારને 225 કરોડનો થઈ ગયો, સરકારની ખેડૂતોએ તિજોરી છલકાવી
- ઓરિસ્સામાં કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા બાળકોના લગ્ન, જાણો શું છે આ અંધશ્રદ્ધા પાછળની કહાણી…