GSTV

ગણતંત્ર દિવસ પહેલાં કાશ્મીરનાં ત્રાલમાં સેનાનો સપાટો, 3 આતંવાદીઓને માર્યા ઠાર

ગણતંત્ર દિવસ પહેલાં દક્ષિણ કાશ્મીરનાં પુલવામા જીલ્લાના ત્રાલમાં સેના અને આંતકવાદીઓની વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમ્યાન સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તો સેનાનાં  બે જવાનો પણ ઘાયલ થયા હતા. આ પહેલાં પણ સેનાએ ત્રાલમાં જૈશ-એ-મોહમ્મદનાં ત્રણ આતંકવાદીઓને ઘેરવાનો દાવો કર્યો હતો. સેનાએ આસપાસનાં વિસ્તારમાં નાકેબંધી પણ કરી દીધી છે. અને આખા વિસ્તારને ઘેરી લીધો હતો.

ગણતંત્ર દિવસને કારણે ઘાટીમાં પહેલાંથી જ કડક સુરક્ષા છે. ત્યારે આતંકીઓની હાજરીના અહેવાલ મળતાની સાથે જ સેના ત્રાલ પહોંચી ગઈ હતીય અને આતંકીઓનો ખાત્મો કરવા માટે ઓપરેશન ચાલુ કર્યુ હતુ. આ એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલાં સેનાના જવાનોને આર્મી બેસમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલાં આંતકીઓ એક ઘરમાં છૂપાયા હોવાના અહેવાલ હતા, તો સેનાએ લોકોને તાત્કાલિક ઘરને ખાલી કરવા માટે જણાવ્યુ હતુ. સેનાએ જે આંતકીઓને ઘેર્યા હતા તેમાં જૈશનો કમાન્ડર યાસીર પણ સામેલ હતો. કારી યાસિર પાકિસ્તાની આતંકી છે. યાસિરે જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઘાટીમાં સામાન્ય લોકોના મોતને અંજામ આપતો હતો. તો અન્ય એક આતંકી ફિયાદિનનો હોવાનું જાણવા મળ્યુ છે જેને કારણે સેના સાવધાનીથી ઓપરેશન ચલાવી રહી છે.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!