GSTV

વરસાદની રેલમછેલ / ગુજરાતનાં 14 ડેમો હાઇએલર્ટ પર, મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતા જળસપાટીમાં વધારો

dam-high-alert

Last Updated on September 10, 2021 by Dhruv Brahmbhatt

બીજી ઇનિંગમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે જેના કારણે ગુજરાતમાં ડેમોમાં નવા નીર આવ્યાં છે. આ કારણોસર ડેમોની જળસપાટીમાં વધારો નોંધાયો છે. સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતાં 14 ડેમો હાઇએલર્ટ પર મૂકાયાં છે. 7 ડેમો એલર્ટ પર છે. જોકે, હજુ ચિંતાની વાત એછેકે, 49 ડેમો એવા છે જેમાં 10 ટકાથી ઓછુ પાણી ઉપલબ્ધ છે.

DAM

અઠવાડિયા અગાઉ ગુજરાતમાં એવું ચિત્ર ઉપસ્યું હતું કે ચારે કોર પાણીના પોકાર ઉઠ્યાં હતાં

એક અઠવાડિયા અગાઉ ગુજરાતમાં એવું ચિત્ર ઉપસ્યું હતું કે,પીવાના પાણીની સમસ્યા સર્જાશે. ચારે કોર પાણીના પોકાર ઉઠ્યા હતાં. વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભા પાક મૂરઝાઇ રહ્યાં હતાં જેથી સિંચાઇના પાણી માટે પણ માંગ ઉઠી હતી.

આ સ્થિતિમાં ખેડૂતો ચિંતીત બન્યા હતાં. એટલું જ નહીં, સરકાર માટે પણ પાણીનો પ્રશ્ન પડકારરૂપ બન્યો હતો. સદનસીબે છેલ્લાં બે ત્રણ દિવસથી મેઘરાજાએ ગુજરાત પર મહેર વરસાવી છે જેના કારણે ખેડૂતોને હાશકારો થયો છે કેમ કે,ખેતીને નવજીવન મળ્યુ છે.

dam-empty

ડેમોમાં ય વરસાદી પાણીની આવક થઇ છે જેના કારણે જળસપાટી વધી છે.  અમરેલીમાં ધાતરવાડી,બોટાદમાં ખંભાડા,રાજકોટમાં વેરી, ભાવનગરમાં ખેરો, તાપીમાં ડોસવાડા, દ્વારકામાં કાબરકા, અમરેલીમાં સૂરજવાડી, અમરેલીમાં ધાતરવાડી-2, રાજકોટમાં આજી-2 ,જૂનાગઢમાં બાંટવા ખેરો, અમરેલીમાં ખોડિયાર અને ગીર સોમનાથ જિલ્લામાં રાવલ ડેમ હાઇએલર્ટ પર મૂકાયા છે. આ ડેમોમાં 99 ટકાથી વધુ પાણી ભરાયા છે.

ગુજરાતમાં અત્યારે 207 ડેમોમાં પૈકી 10 ડેમો સંપૂર્ણપણે ભરાયા છે. જો કે, હજુ ઉત્તર ગુજરાતમાં 15 ડેમો પૈકી એકેય ડેમ ભરાયો નથી. કચ્છના ડેમોમાં ય આ જ સ્થિતિ છે.આ વિસ્તારના ડેમોમાં હાલ 23.61 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

હાલ ગુજરાતના ડેમોમાં કુલ મળીને 56.55 ટકા પાણી છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં ય જળસપાટી વધી રહી છે. છેલ્લાં 24 કલાકમાં 63 સેમીનો વધારો નોધાયો છે. અત્યારે નર્મદા ડેમની જળસપાટી 119.02 મિટર સુધી પહોચી છે.  આમ, હજુ મેઘરાજાની મહેર યથાવત રહી તો ડેમોમાં જળસપાટી હજુ વધશે.

ગુજરાતમાં ડેમોની સ્થિતિ

વિસ્તારડેમોપાણીનો જથ્થો
ઉત્તર ગુજરાત1523.16 ટકા
મધ્ય ગુજરાત1744.67 ટકા
દક્ષિણ ગુજરાત1378.50 ટકા
કચ્છ2023.26 ટકા
સૌરાષ્ટ્ર14146.01 ટકા
નર્મદા ડેમ50.48 ટકા
કુલ56.65 ટકા

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમ્ખવાર અકસ્માતમાં કાર ચાલકનું દર્દનાક મોત, બે મહિના પહેલા જ સુરત ખાતે થયો હતો સ્થાયી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!