GSTV

ગરીબોના મસિહા/ 14 કરોડ રાશનની બેગ પર હશે મોદીનો ફોટો અને 5 કરોડ પોસ્ટ કાર્ડ મોકલશે : જોરદાર ઉજવાશે જન્મદિવસ

મોદી

Last Updated on September 9, 2021 by Bansari

પીએમ મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મ દિવસ છે ત્યારે ભાજપે આ નિમિત્તે ત્રણ સપ્તાહ સુધી તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરુપે 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવશે. દેશમાં 14 કરોડ રાશન બેગ વહેંચાશે તેમજ દેશભરમાંથી થેન્ક્યું મોદીજી લખેલા પાંચ કરોડ પોસ્ટ કાર્ડ મોકલવામાં આવશે.

મોદી

પીએમ મોદીના જન્મ દિવસની જોરશોરથી તૈયારી

દેશમાં 71 સ્થળોએ નદીઓની સફાઈ પણ કરવામાં આવશે સાથે સાથે સોશિયલ મીડિયા પર હાઈ પ્રોફાઈલ કેમ્પેન પણ હાથ ધરાશે. સરકારના કોરોના રસીકરણ અભિયાનને પણ પ્રોજેક્ટ કરવાનું નક્કી કરાયું છે. પીએમ મોદીના જીવન પર ભાજપ દ્વારા સેમિનારો યોજવાનું પણ પ્લાનિંગ કરાયું છે.

મોદી

ત્રણ સપ્તાહ સુધી ચાલશે ઉજવણી

ગયા વર્ષે ભાજપે એક સપ્તાહ સુધી પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જોકે આ વખતે ઉજવણીનો વ્યાપ વધારાશે અને ત્રણ સપ્તાહ સુધી ચાલનારા અભિયાનને સેવા અને સમર્પણ અભિયાન નામ અપાયું છે.

2014 બાદ એમ પણ ભાજપના રાજકીય અભિયાનોમાં પીએમ મોદી જ કેન્દ્ર સ્થાને રહ્યા છે. ભાજપે હવે પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી કરીને લોકો સુધી પહોંચવાનું નક્કી કર્યું છે. 14 કરોડ રાશન બેગ પર પીએમ મોદીનો ફોટો હશે અને તેનાથી ભાજપ એવું સાબિત કરવા માંગે છે કે, ગરીબો માટે વિચારતા એક માત્ર નેતા પીએમ મોદી છે.

Read Also

Related posts

SBIના ગ્રાહકો માટે એલર્ટ/ ATM ફ્રોડથી બચવું છે તે OTP દ્વારા પૈસા ઉપાડો, ફ્રોડનો શિકાર થતાં બચી જશો, કોઈ આપના રૂપિયાને હાથ લગાવી શકશે નહીં

Pravin Makwana

પંજાબ વિધાનસભા ચૂંટણી/ પંજાબના મતદારો નહીં કરી શકે 14 ફેબ્રુઆરીએ મતદાન ? ચૂંટણી પંચ આજે કરી શકે છે મોટી જાહેરાત

Pravin Makwana

વેક્સિન ન લેનારાઓની ખૈર નથી! આજથી આ જગ્યાઓ પર નહીં મળે એન્ટ્રી, સરકારે અપનાવ્યું કડક વલણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!