GSTV

પેટાચૂંટણીમાં ૧૪ ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ઈતિહાસ, ૭ ઉમેદવારો સામે તો છે ગંભીર ગુના

ગુજરાત ઈલેક્શન વોચ અને એસોસીએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મે ગુજરાતની પેટાચૂંટણીના 81 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું. જેમાં જણાયું કે કુલ 14 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમાં 7 ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. પક્ષ મુજબ જોઈએ તો ભાજપના 8માંથી 3, કોંગ્રેસના 8માંથી 2, બીટીપીના 2, અને અપક્ષ 53માંથી 8 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગંભીર ગુના વિશે જોઈએ તો ભાજપના 2, બીટીપીના 1 અને અપક્ષ 4 ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે.

ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો

  • ભાજપના ૮માંથી ૩
  • કોંગ્રેસના ૮માંથી ૨
  • બીટીપીના ૨
  • અપક્ષ ૫૩માંથી ૮

ગંભીર ગુના નાંધાયેલા ઉમેદવારો

  • ભાજપના ૨
  • બીટીપીના ૧
  • અપક્ષ ૪

મોરબી માળીયાના વિધાનાસભાની પેટા ચુંટણીના અનુસંધાને કોંગ્રેસે ગુજરાતના પ્રભારી પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય તેમજ સંગઠનના આગેવાનો સાથે રવાપર રોડ પર સભા સંબોધી હતી.અને સતાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.અને કોગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા માટે અપીલ કરી હતી. આ સભામાં મોટી સખ્યામાં લોકો ઉમટ્યા હતા.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં યોજાયા અનોખા લગ્ન : સાડા પાંચ ફૂટની ઉંચાઈ ધરાવતી પ્રજ્ઞાચક્ષુ યુવતીના લગ્ન થયા 3 ફૂટના શિક્ષક સાથે

Nilesh Jethva

પિંક રંગની બિકિની પહેરીને પૂલમાં પોઝ આપતી જોવા મળી રશ્મિ દેસાઇ, સોશ્યલ મીડિયામાં લગાવી દીધી આગ

Karan

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!