GSTV
Home » News » આ સેક્ટર ડૂબ્યું તો બેન્કોના 14 અબજ ડોલર રૂપિયા સલવાશે, બેન્કોમાં રૂપિયા મૂકનારનો થશે મરો

આ સેક્ટર ડૂબ્યું તો બેન્કોના 14 અબજ ડોલર રૂપિયા સલવાશે, બેન્કોમાં રૂપિયા મૂકનારનો થશે મરો

ભારતના કોર્પોરેટ સેક્ટરમાં બેન્કોની એનપીએ અને લોન ડિફોલ્ટનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ બેન્કો, એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFC) દ્વારા રિયલ એસ્ટેટને આપવામાં આવલી 14 અબજ ડોલરની લોન ‘ગંભીર તણાવ’ હેઠળ છે અને તેમને વ્યાજ અને લોનના હપ્તાની ચૂકવણીમાં મુશ્કેલીઓ પડી રહી છે.

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ એનારોકએ એક નિવેદનમાં જણાવ્યું કે, બેન્કો અને એનબીએફસી/HFC દ્વારા ભારતના રિયલ એસ્ટેટને આપેલા કુલ 93 અબજ ડોલરના ધિરાણમાંથી 62 ટકા લોન તણાવ મૂક્ત છે એટલે કે હાલ આવું ધિરાણ ધરાવતી કંપનીઓ ઉપર લોન ડિફોલ્ટ થવાનું જોખમ નથી. જ્યારે બાકીને 21 અબજ ડોલરની લોન એટલે કે 22 ટકા લોન પણ થોડાંક દબાણ હેઠળ છે જો કે તેને ઉકેલી શકાય છે. આ સેગમેન્ટ ઉપર તણાવ મુખ્યત્વે વ્યાજની રિકવરીનો છે મુખ્ય મુદ્દલ રકમનો નહીં.

રિયલ્ટી કન્સલ્ટન્સી ફર્મે જણાવ્યું કે, ભારતીય રિયલ એસ્ટેસને આપેલી 14 અબજ ડોલરની લોન એટલે કે 16 ટકા ધિરાણ હાલ ‘ગંભીર તણાવ’ હેઠળ છે, જેનો અર્થ એ છે કે સંબંધિત ડેવલપર્સ દ્વારા ઉંચું લિવરેજ કરવામાં આવ્યું છે જે ધિરાણની ચૂકવણીની મર્યાદિત કે અત્યંત ખરાબ સ્થિતિ દર્શાવે છે.

રિયલ્ટી સેક્ટરને આપવામાં આવેલા કુલ ધિરાણમાં હાઉસિંગ હાઉસિંગ સેક્ટરની હિસ્સેદારી સૌથી વધારે 38 ટકા જેટલી છે, ત્યારબાદ કુલ લોનમાં NBFCનું 34 ટકા અને બેન્કોનું 28 ટકા યોગદાન છે.  જેમાંથી બેન્કો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ વધુ 70 ટકા અને 25 ટકા ધિરાણને તેની લોન બુકમાં આરામદાયક સ્થિતિમાં દર્શાવી છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે NBFCએ રિયલ એસ્ટેટને આપેલું 58 ટકા ધિરાણ હાલ વોચલિસ્ટમાં છે.

READ ALSO

Related posts

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah

બોયફ્રેન્ડ સાથે પકડાઈ નવવધુ, ગામલોકોએ પકડી બંનેના નાક કાપી નાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!