GSTV
Home » News » ખેડૂતોની દિવાળી ગઈ સુધરી, લીલા દુકાળનો ભોગ બનેલા ખેડૂતોને 138 કરોડ ચૂકવાશે

ખેડૂતોની દિવાળી ગઈ સુધરી, લીલા દુકાળનો ભોગ બનેલા ખેડૂતોને 138 કરોડ ચૂકવાશે

રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે ખેતીને થયેલી નુક્સાની અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. સરકારે કેટલાક આંક જાહેર કર્યા છે. જેમાં ગુજરાતમાં 2.37 લાખ હેક્ટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુક્સાન થયું છે. આ ખેડૂતોને સરકારી વળતરનો લાભ મળશે. સરકારે જાહેરાત કરી હતી કે 33 ટકાથી વધુ નુક્સાન ધરાવતા ખેડૂતોને વળતરનો લાભ મળશે.

ખેતી વિભાગના આંકડા અનુસાર 5 લાખ હેક્ટર જમીન અસરગ્રસ્ત બની છે. જેમાંથી અત્યાર સુધી 4.57 લાખ હેક્ટર વિસ્તારનો સર્વે પુરો કરાયો છે. હજુ 3 જિલ્લાનો સરવે બાકી છે. જુલાઈથી સપ્ટેમ્બર માસના અંત સુધીના આંકડા જાહેર કરાયા છે. રાજ્યમાં લીલા દુકાળથી રાજ્યના 158 તાલુકામાં અસર થયાના આંકડા સામે આવ્યા છે. જેમાં 13875.07 લાખની અંદાજીત સહાય ચૂકવવાની સરકાર દ્વારા તૈયારી શરૂ કરાઈ છે.

ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સતત વરસેલા વરસાદને પગલે 4374 ગામોમાં પાકને ભારે નુક્સાન થયું છે. સરકાર આ નુક્સાન પૈકી 2,33,711 ખેડૂતોને સહાયની રકમ ચૂકવે તેવી સંભાવના છે. સરકાર દ્વારા સહાયની રકમ ચૂકવવા માટે પિયત અને બિન પિયત વિસ્તારને અલગ તારવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આમ ખેડૂતોને લીલાદુકાળમાં કેટલી સહાય મળશે તેની સ્થિતિ સ્પષ્ટ થઈ છે.

ગુજરાતમાં વળતર માટે ખેડૂતો બુમરાણ પાડી રહ્યાં છે. સરકારે જાહેર કરેલા આંક અનુસાર 5 લાખ હેક્ટરમાં ગુજરાતમાં નુક્સાની થઈ છે. આ વર્ષે વરસાદ વધારે રહેતાં ખેડૂતોને ખરીફ પાકને ભારે નુક્સાની ભોગવવી પડી છે. જોકે, આ સહાય ક્યારે ચૂકવાશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાલમાં સીએમ વિદેશ પ્રવાસે હોવાથી તેમના આવ્યા બાદ સરકાર જાહેરાત કરી શકે છે.

READ ALSO

Related posts

સંશોધકો ચોંકી ઉઠ્યા : આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ અને ઓક્સિજન પણ…

Mayur

રફાલમાં ભ્રષ્ટાચારની તપાસની માગ કરતી રિવ્યૂ પિટિશન અંગે આજે સુપ્રીમનો નિર્ણય

Mayur

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુુપ્રીમ કોર્ટમાં આજે ચુકાદો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!