GSTV
Home » News » વોડાફોન-આઇડિયા દેશમાંથી ઉચાળા ભરશે તો 13 હજાર લોકોની નોકરી જશે, 14 અબજ ડોલરના દેવામાં છે કંપની

વોડાફોન-આઇડિયા દેશમાંથી ઉચાળા ભરશે તો 13 હજાર લોકોની નોકરી જશે, 14 અબજ ડોલરના દેવામાં છે કંપની

મબલખ દેવાના બોજ તળે કચડાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા પોતાનો કારભાર સમેટી લેવાનો વિચાર કરતી હોવાનું જાણવા મળ્યું હતું. આવું ખરેખર થાય તો ઓછામાં ઓછા 13,520 કર્મચારી નોકરી ગુમાવશે અને બજારમાં સ્પર્ધા ઓછી થતાં અન્ય ટેલિકોમ કંપનીઓ કોલ રેટ્સ વધી જવાની દહેશત છે એવું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પણ વિદેશી મૂડી રોકાણ વધારવાના સરકારના પ્રયાસોને પણ જફા પહોંચવાની શક્યતા છે.

સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ અંગે આપેલા ચુકાદા બાદ આ કંપની પર 39,000 કરોડનું દેવું આવી પડ્યું હતું. કંપની પહેલેથી 14 અબજ ડૉલર્સના દેવા હેઠળ તો છે જ. અત્યારે કંપની પાસે માત્ર 3 અબજ ડૉલર્સ રોકડમાં છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર એને સહાય નહીં કરે અ્ને કંપની પોતાનો કારભાર સમેટી લેશે તો 13,520 કર્મચારીઓએ ઘેર બેસવાનો વારો આવશે અને એની આડઅસર રૂપે બજારમાં સ્પર્ધા ઘટતાં બીજી ટેલિકોમ કંપનીઓ કોલ રેટ્સમાં વધારો કરી દેશે એવી દહેશત છે. બીજી બાજુ વિદેશી મૂડી રોકાણ વધારવાના સરકારના પ્રયાસોને પણ બ્રેક લાગશે એેવું મનાય છે.

ટેલિકોમ ઉદ્યોગમાં અત્યાર અગાઉ જ એક લાખ લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. અત્યાર પહેલાં ટેલિકોમ ક્ષેત્રમાં આઠ મોટી કંપની હતી. આજે માત્ર ત્રણ કંપની બચી છે. બાકીની કંપનીઓએ પોતાનો કારભાર સમેટી લીધો હતો. ટેલિકોમ ઉદ્યોગને રાહત આપવા માટે બનાવાયેલી સચિવોની સમિતિએ કરેલી અન્ય ભલામણોમાં બજારમાં હરીફાઇ ટકી રહે એવું વાતાવરણ જાળવી રાખવોની ભલામણનો પણ સમાવેશ થયો હતો.

READ ALSO

Related posts

પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો

Nilesh Jethva

બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ

Nilesh Jethva

સરકારે ડીપીએસ સ્કૂલ હસ્તગત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર ફરી આવી મુ્સ્કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!