GSTV

જમ્મૂ-કશ્મીરને મોદી સરકારની ભેટ : 1350 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર, વિજળી, પાણી બીલમાં આપ્યું તોતિંગ ડિસ્કાઉન્ટ

જમ્મૂ-કશ્મીરના ઉપરાજ્યપાલ બન્યા બાદ મનોજ સિન્હાએ પ્રથમ વખત રાજ્ય માટે આજે ઘણી જાહેરાત કરી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શનિવારે રાજ્ય માટે કરોડો રૂપિયાના પેકેજની જાહેરા કરી છે. તેમણે સંકટનો સામનો કરી રહેલા જમ્મૂ-કશ્મીરના ધંધાર્થીઓ માટે 1,350 કરોડ રૂપિયાના આર્થિક પેકેડની જાહેરાત કરી છે.

ઉપાયોના લાભ વધારે છે

તે સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ માટે એક વર્ષ સુધી પાણી અને વીજળી બીલન 50 ટકા માફ કરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત કરતા મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા રાજ્યના ઉદ્યોગપતિઓ માટે 1,350 કરોડના આર્થિક પેકેજની ઘોષણા કરતા મને ખુશી થઈ રહી છે. આ ધંધાર્થીઓને સુવિધા આપવા માટે પણ આત્મનિર્ભર ભારત અને અન્ય ઉપાયોના લાભ વધારે છે. તો આવો જાણીએ કે, જમ્મુ-કાશ્મીર માટે જાહેર કરાયેલા આ પેકેજમાં શું છે?

  • ઉપરાજ્પાલ મનોજ સિન્હાએ વીજળી-પાણીના બિલ પર એક વર્ષ સુધી 50 ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે. જમ્મૂ-કશ્મીરમાં વિજળી અને પાણીના બિલમાં એક વર્ષ સુધી માટે 50 ટકા પણ છૂટ આપવામાં આવશે.
  • તે સિવાય જમ્મૂ-કશ્મીરમાં બધા કરજધારકોના મામલામાં માર્ચ 2021 સુધી સ્ટેંપ ડ્યૂટીમાં છૂટ આપી દેવામાં આવી છે. સારા મૂલ્ય નિર્ધારણ પુનર્ભૂગતાન વિકલ્પોની સાથે પર્યટન ક્ષેત્રમાં લોકોને નાણાકિય સહાયતા માટે જમ્મૂ અને કશ્મીર બેન્ક દ્વારા કસ્ટમ હેલ્થ-ટૂરિજ્મ યોજનાની સ્થાપના કરવામાં આવશે.
  • વર્તમાન નાણાકીય વર્ષમાં છ મહિના માટે કોઈપણ પ્રકારની શરત વગર વ્યવસાયિક સમુદાયમાં પ્રત્યેક ઉધારકર્તાને 5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલે કહ્યું કે, આ એક મોટી રાહત હશે અને રાજ્યમાં રોજગાર પેદા કરવામાં મદદ કરશે.
  • ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ હથકરઘા અને હસ્તશિલ્પ ઉદ્યોગમાં કામ કરનાર લોકોને 7 ટકા સબવેંશન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે, ક્રેડિટ કાર્ડ યોડના હેઠળ અમે હથકરઘા અને હસ્તશિલ્પ ઉદ્યોગમાં કામ કરનાર લોકો માટે મહત્તમ સીમા એક લાખ રૂપિયા સુધીની વધારવાનો નિર્ણય કર્યો છે. તેમણે પાંચ ટકા વ્યાજ સબવેંશન પણ આપવામાં આવ્યુ છે.
  • નિવેદન પ્રમાણે આ યોજનામાં લગભગ 950 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ આગામી છ મહિના માટે આ નાણાકિય વર્ષમાં ઉપલબ્ધ રહેશે. 1 ઓક્ટોબરથી જમ્મૂ-કશ્મીર બેન્ક યુવાઓ અને મહિલાઓના ઉદ્યમો માટે એક વિશેષ ડેસ્ક શરૂ કરશે. જેમાં યુવા અને મહિલા ઉદ્યોગોને કાઉન્સિલિંગ આપવામાં આવશે. આ જાહેરાતોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ લઈ જવાના લઈને પહલ દર્શાવવામાં આવી રહ્યુ છે.

READ ALSO

Related posts

બિલ ગેટ્સ/ મહામારી વિરુદ્ધની લડાઈમાં ભારત પાસે આશા, વેક્સિન તૈયાર કરવામાં ભારતની ભૂમિકા હશે અત્યંત મહત્વની

pratik shah

ફીજીમાં ચીને તાઈવાનના રાજદૂત પર હુમલો કરતાં થયા જખ્મી, ચીનની દાદાગીરીથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો

Karan

Durga Puja 2020: ડૉક્ટરની વેશભૂષામાં ‘કોરોનાસુર’નો વધ કરતાં દેખાયા માં દુર્ગા, ફોટા થયા વાયરલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!