GSTV
Gujarat Government Advertisement

જાપાન: હિમવર્ષાને કારણે તોહોકુ એક્સપ્રેસ વે પર એક સાથે 134 કારનો અકસ્માત, એકનું મોત

Last Updated on January 20, 2021 by Pritesh Mehta

જાપાનમાં મંગળવારે એક એક્સપ્રેસ વે પર હિમ વર્ષાના કારણે રસ્તો લપસણો બની જતા એક પછી એક એવી 134 કાર એક બીજા સાથે આૃથડાઇ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એકાદ ડઝન જેટલા લોકો ઘવાયા હતા.આજે બપોરે મિયાગીના ઉત્તરે આવેલા તોહુકુ એક્સપ્રેસ વે પર અકસ્માતની હારમાળા સર્જાઇ હતી.

જાપાન

રસ્તા પર કાર આૃથડાવવાના કારણે લગભગ એક કિમી  સુધી કારની લાંબી  લાઇન લાગી ગઇ હતી, એમ સરકારે કહ્યું હતું. રસ્તા પર વિઝિબિલીટી ઘટી જતાં સત્તાવાળાઓએ વાહનોની ગતિ મર્યાદા કલાક દીઠ માત્ર 50 કિમી કરી દીધી હતી.તેમ છતાં રસ્તા પર અકસ્માત  તો બન્યા હતા. રસ્તા પર વાહનો આૃથડાવવાના કારણે આશરે 200 જણા ઘવાયા હતા જે પૈકી 12 જમાને હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા.

સત્તાવાળાઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી, એમ ચીફ કેબિનેટ સેક્રેટરી કાત્સોનુબુ કાતોએ પત્રકારોને કહ્યું હતું. તાજેતરનાં સપ્તાહોમાં જાપાનના અનેક શહેરો અને રસ્તા પર હિમવર્ષા થઇ હતી. જો કે સામાન્ય રીતે આ દિવસોમાં જાપાનમાં અનેક સૃથળે હિમવર્ષા તો થાય છે જ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!