સરકાર દ્વારા કરાયેલા ડિપોઝીટ ઇન્સ્યુરન્સ રિફોર્મ્સને કારણે બેકિંગ સિસ્ટમમાં ખાતાધારકોનો વિશ્વાસ વધશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં ડિપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૧ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલની જોગવાઇ મુજબ આરબીઆઇ કોઇ બેંક પર મોરેટોરિયમ લાદે તો ૯૦ દિવસની અંદર ખાતાધારકને પાંચ લાખ રૃપિયા આપવામાં આવશે.
૧૩૦૦ કરોડ રૃપિયાથી વધુની ચુકવણી

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ફડચામાં ગયેલી બેંકોના એક લાખ ડિપોઝીટરોને ૧૩૦૦ કરોડ રૃપિયાથી વધુની ચુકવણી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આવા અન્ય ૩ લાખ ખાતાધારકો પણ રકમ ચુકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ખાતાધારકોને ૫૦,૦૦૦ રૃપિયાની જ ગેરંટી આપવામાં આવતી હતી. જે વધારીને એક લાખ રૃપિયા કરવામાં આવી હતી.
રકમ વધારીને પાંચ લાખ રૃપિયા કરવામાં આવી

ડિપોઝીટ ઇન્સ્યુરન્સ રિફોર્મ્સ સંબધિત એક કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોની ચિંતાઓની ધ્યાનમાં રાખીને આ રકમ વધારીને પાંચ લાખ રૃપિયા કરવામાં આવી છે.
આ અગાઉ આવા પ્રકારની રકમ ચૂકવવા માટેની કોઇ સમયમર્યાદા ન હતી. હવે સરકારે આ રકમ ત્રણ મહિનામાં એટલે કે ૯૦ દિવસંમાં ચૂકવી દેવાની જોગવાઇ કરી છે.

Read Also
- Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો
- Train Accidents: વિકૃત મૃતદેહો, ખડી પડેલા ડબ્બા, પીડાથી કણસતા લોકો, ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મોતનો આંક પહોંચ્યો 237, 900થી વધુ લોકો ઘાયલ
- Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ
- કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતના પગલે ટ્રેનની સેફ્ટી સિસ્ટમ કવચ સામે સવાલ, સિસ્ટમે કામ ન કર્યું કે હતી જ નહીં
- Odisha Train Accident / ઓડિશા ટ્રેન અકસ્માતમાં પીએમ મોદી અને રેલમંત્રીએ કરી સહાયની જાહેરાત, આવતીકાલે રેલ્વેમંત્રી લેશે મુલાકાત