130 યુવાનો પાસેને એવા ભરમાવ્યા કે નોકરી માટે 5થી 20 લાખ લેતા પ્રોફેસરનું અપહરણ અને પછી….

ભાવનગર નિવાસી અને અમરેલી પ્રતાપરાય આર્ટસ કોલેજનાં પ્રાધ્યાપકે સિહોર અને આસપાસ પંથકના યુવાનો સાથે છેતરપિંડી કરી. પાલીવાળ સમાજના ૧૩૦ જેટલા યુવાનો પાસેથી વર્ગ-૩ અને ૪ માં નોકરી અપાવવા ના બહાને પાંચ લાખથી વીસ લાખ જેટલી રકમ મેળવી હતી. અને બાદમાં નોકરી નહી અપાવતા આ યુવાનોએ પ્રાધ્યાપકનું અપહરણ કરીને રકમ પરત આપવા માંગ કરી હતી. રકમ ન મળતાં તેમને માર પણ માર્યો હતો. બાદમાં પોલીસે તેમને છોડાવી અને ૧૫ જેટલા લોકો સામે અપહરણ ની ફરિયાદ નોંધી હતી. ત્યારે નોકરીની લાલચમાં માતબર રકમ આપી ચુકેલા યુવાનો જીલ્લા પોલીસ વડાને મળીને સમગ્ર ઘટનાથી વાફેક કર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter