GSTV
Gujarat Government Advertisement

BIG NEWS / રાજ્યના 15 હજારથી વધુ નર્સિંગ કર્મચારીઓને મોટો લાભ, એલાઉન્સમાં કરાયો આટલાં ટકાનો વધારો

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં કોરોના કાળમાં નર્સિંગ કર્મચારીઓને લઇને રૂપાણી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા 1700 નો એટલે કે 130 ટકા જેટલો માતબર વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

nursing

રૂપિયા 3000 નું નર્સિંગ એલાઉન્સ તારીખ 1 જુલાઇ 2021 થી અપાશે

એટલે કે, હવે રૂપિયા 3000 નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ 1 જુલાઇ 2021 થી આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો લાભ 15 હજારથી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે.

This image has an empty alt attribute; its file name is af1b2b5fbcca4706bf76c10421707853-0001-1-791x1024.jpg

તમામ પડતર પ્રશ્નો મુદ્દે સમાધાન થતા સરકારની તમામ શરતોને માનવામાં આવી

તમને જણાવી દઇએ કે, રાજ્યના યુનાઇટેડ નર્સિંગ ફોરમના 15 હજાર જેટલા નર્સિંગ કર્મચારીઓના પ્રશ્નોનું છેલ્લાં કેટલાંય સમયથી નિવારણ થતું ન હોતું. જેથી તેઓએ રાજ્યવ્યાપી હડતાલ શસ્ત્ર ઉગમાયું અને સોમવારે હડતાલ કરવાની જાહેરાત કરી હતી. જ્યાર બાદ ડે.સીએમ સાથે બેઠક કરીને તમામ પડતર પ્રશ્નો મુદ્દે સમાધાન થતા હવે હડતાલ નહીં કરીને સરકારની તમામ શરતોને માનવામાં આવી છે.

રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા 1700 નો‌ એટલે કે 130 ટકા જેટલો માતબર વધારો કરી રૂપિયા 3000 નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ 1 લી જુલાઇ 2021 થી આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જેનો લાભ 15000થી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે. જેમાં યુનાઈટેડ નર્સિગ ફોરમની 5 માંગ પૈકી 2 માંગ સ્વીકારાઈ ગઈ છે અને નર્સિંગ એલાઉન્સ 1300 રૂ. ને બદલે રૂ. 3000 અપાવામાં આવશે. ઉપરાંત સરકારે બઢતી અને ભરતીની માંગણી સ્વીકારી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!