GSTV

Budget 2021: બજેટ પહેલા 130 કંપનીઓ જાહેર કરશે પરિણામ, અહીંયા જુઓ સંપૂર્ણ યાદી

નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના નાણાકિય વર્ષ 2021-22નું બજેટ લોન્ચ કરશે. તેના ઠીક પહેલા લગભગ 130 લિસ્ટેડ કંપનીઓ પોતાના ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામોની જાહેરાત કરશે. તેમાં નિફ્ટીની 9 કંપનીઓ પણ સામેલ છે. આ કંપનીઓ શુક્રવાર અને શનિવારના પોતાના નાણાકિય પરિણામ જાહેર કરશે.

શેર બજારનું છેલ્લુ બિઝનેસ સત્ર

91 કંપનીઓ 29 જાન્યુઆરી (શુક્રવાર)ના પરિણામોની જાહેરાત કરશે. બજેટ પહેલા શુક્રવારે શેર બજારનું છેલ્લુ બિઝનેસ સત્ર છે. આ યાદીમાં સન ફાર્માં, ડૉ. રેડ્ડીજ લેબ્સ, સિપ્લા, ટાટા મોટર્સ, ઈંડિયન ઓયલ, ટેક મહિન્દ્રા, યૂપીએલ, ડાબર, ડૉ. લાલ પેથ લેબ્સ, એક્સાઈડ ઈંડસ્ટ્રીજ જેવી કંપનીઓ પણ સામેલ છે.

કોરોમંડલ ઈન્ટરનેશનલ પ્રમુખ

તેમાંથી સૌથી વધારે કંપનીઓ બજાર બંધ થયા બાદ પોતાના પરિણામ જાહેર કરશે. આ કંપનીઓના શેર પર તેમના પરિણામોની અસર ઘણી ઓછી થઈ શકે છે. કારણ કે, બજેટ બાદ બજાર પર વધારે અસર તેમાં થનાર જાહેરાતો પણ પડશે.
30 જાન્યુઆરીના 30 કંપનીઓ પોતાના પરિણામો જાહેર કરનારી છે. તેમાં ICICI બેન્ક, IDFC ફર્સ્ટ બેન્ક અને શ્રી સિમેન્ટ જેવા દિગ્ગજ સામેલ છે. બજેટના દિવસે એટલે 1 ફેબ્રુઆરીના 19 કંપનીઓ પોતાના પરિણામ જાહેર કરવાની છે. જેમાં કેસ્ટ્રોલ, કન્સાઈ નેરોલેક અને કોરોમંડલ ઈન્ટરનેશનલ પ્રમુખ છે.

ઈંડસ્ટ્રીને રાહત આપી શકે છે

કંપનીઓની પાસે પરિણામ જાહેર કર્યાના દિવસની પસંદગી કરવાનો વિકલ્પ હોય છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, બજેટની પાસે પરિણામ જાહેર કરવાનું કારણ એ છે કે, તેના પરિણામ ફીકા રહેવાના છે. બજેટના પ્રસંગ પર નજર બજેટમાં થનારી જાહેરાત અને તેની સાથે જોડાયેલ શેર પર હોય છે. કોરોના વાયરસની મહામારી બાદ આશા છે કે, આ બજેટમાં નાણાકિય મંત્રી સામાન્ય લોકોને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી શકે છે. તે સિવાય સામાન્ય કેટલાક સેક્ટર્સ અને ઈંડસ્ટ્રીને રાહત આપી શકે છે. જે અત્યાર સુધી તેની મારથી પીડિત છે.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!