GSTV

વિશ્વને ભૂખમરાથી બચાવવા ઘઉંનું જીનોમ તૈયાર કરવામાં લાગ્યા 13 વર્ષ, જાણો શું છે અા

Last Updated on September 19, 2018 by Karan

અત્યાર સુધી ઘઉનું જીનોમ શોધવું અને સમજવું અશકય માનવામાં આવતું હતું પરંતુ ૧૩ વર્ષની મહેનત પછી વૈજ્ઞાનિકોને ઘઉનું જીનોમ તૈયાર કરવામાં સફળતા મળી છે.  ઇન્ટરનેશનલ વ્હીટ જીનોમ સીકવેંસિંગ કેસોર્શિયમના જણાવ્યા મુજબ વિશ્વમાં ઘઉંની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે. ખાધ ખોરાકમાં ઘઉં ખૂબ જ ઉપયોગમાં લેવાય છે.

આથી ઘઉના જીનોમ તૈયાર થવાનું મહત્વ ખૂબ જ વધી જાય છે. ભારત, રશિયા, આર્જન્ટિના અને નોર્ધન યૂરોપના ઘઉૅં પકવતા દેશોમાં ઘઉંના પાકને કલાયમેટ ચેન્જ અને કિટકોથી ખૂબ નુકસાન થાય છે. રશિયાએ ઘઉંના ઘટતા ઉત્પાદનના પગલે નિકાસ કરવાનું બંધ કર્યુ હતું. કૃષિ વૈજ્ઞાાનિકોનું માનવું છે કે ઘઉંને ઠંડી સારી માફક આવે છે પરંતુ રાત્રે જો તાપમાનમાં એક ડિગ્રીનો પણ ફેરફાર થાય તો પણ ૮ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે. આથી જીનોમ જાણકારી પછી હવામાન સામે ટકી રહે તેવી ઘઉંની જાતો શોધવામાં મદદ મળશે. ૨૦૫૦ સુધીમાં વિશ્વની વસ્તી ૯.૫ અબજને આંબી જવાની છે આથી ઘઉંની ઉત્પાદકતા અને ઉત્પાદન સુધારો કરવો જરુરી છે કારણ કે વિશ્વના અન્ન પુરવઠામાં ઘઉં કરોડરજજુ સમાન છે.

જીનોમ તૈયાર થવાના કારણે વૈજ્ઞાનિકોને ઘઉંની ઉત્પાદકતા વધારવા માટેના સંશોધનમાં મદદ મળશે. જીનોમ સંશોધનથી માત્ર ઉત્પાદકતા જ નહી જરૂરી ફેરફારો કરીને ગુણવત્તા લાવવામાં પણ મદદ મળશે. હાલમાં જોવા મળતી ઘઉની જાતોમાં કોડિંગ કરીને તેમાં સુધારો લાવી શકાશે. ઘઉંના જીનોમ પર સંશોધન કરતી આંતરરાષ્ટ્રીય ટીમમાં ભારતના ૧૮ વૈજ્ઞાાનિકો પણ જોડાયા હતા.

Related posts

SBI એપનો નવો નિયમ: ફટાફટ કરી લેજો આ કામ, નહીંતર કોઈને નહીં મોકલી શકો પૈસા, દરેક ટ્રાંઝેક્શન થઈ જશે ઠપ્પ

Pravin Makwana

ખેડૂત આંદોલન/ જંતરમંતર ખાતે ખેડૂતોના દેખાવો, ટિકૈતે કહ્યું-ઊંઘમાં રહેલી મોદી સરકારને કેવી રીતે પાઠ ભણાવવો એ આવડે છે

Damini Patel

કુંદ્રાની મુશ્કેલી વધી શકે છે મુશ્કેલી, પૉર્ન ફિલ્મ રેકેટની તપાસ ઇડી કરશે એવી ચર્ચા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!