GSTV
News Trending World

35 વર્ષની મહિલા પર 13 વર્ષના બાળક દ્વારા બળાત્કાર? લંડન પોલીસની ધરપકડથી સર્જાયો ‘હડકંપ’

બ્રિટનમાં લંડનના એક પાર્કમાં 35 વર્ષીય મહિલા પર બળાત્કારનો મામલો વધુ વણસી રહ્યો છે. દબાણ હેઠળ લંડન પોલીસે આ કેસમાં આરોપી તરીકે 13 વર્ષના બાળકની ધરપકડ કરી છે. વાસ્તવમાં, આ આરોપીને સ્થળ પર કૂતરાને ફેરવતા એક વ્યક્તિએ પકડી લીધો હતો. જ્યારે બીજો આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

Boy, 13, is arrested for rape after woman, 35, was sexually assaulted by two  males in London park

એક શંકાસ્પદને કૂતરૂં ફેરવવા આવેલ વ્યક્તિએ પકડયો

પોલીસનું કહેવું છે કે મહિલાએ તેના અહેવાલમાં લખ્યું છે કે લંડનના પ્લમસ્ટેડમાં વિન્સ કોમન ખાતે મંગળવારે રાત્રે 11 વાગ્યે બે શકમંદોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સ્થળ પર હાજર ડોગ વોકર દ્વારા એક શકમંદને પકડી લેવામાં આવ્યો હતો. માણસના કૂતરાએ શંકાસ્પદ વ્યક્તિ પર હુમલો કર્યો અને તેની આંગળીઓ કરડી લીધી હતી. આ કેસમાં ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.

આરોપીને કૂતરો કરડ્યો હતો, હોસ્પિટલમાં દાખલ

છોકરાની બળાત્કારની શંકામાં ધરપકડ કરવામાં આવી હતી. હાથ પર કૂતરાના કરડવાથી ઈજા થતાં પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 21 ડિસેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાના થોડા સમય પહેલા જ પોલીસને લેકડેલ રોડ, SE18 પર બે પુરુષો દ્વારા એક મહિલા પર બળાત્કારની જાણ કરી બોલાવવામાં આવી હતી.

બીજા આરોપીની શોધ કરી રહી છે પોલીસ

વધુમાં જણાવ્યું કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કહેવામાં આવ્યું કે લેકડેલ રોડ SE18 પાસે ઝાડીઓમાં બે વ્યક્તિઓએ 35 વર્ષીય મહિલા પર બળાત્કાર કર્યો હતો. એક સામાન્ય માણસ જે તેના કૂતરાને સ્થળ પર લઈ જઈ રહ્યો હતો. તેણે એક શકમંદને પકડવામાં પોલીસને મદદ કરી. પોલીસે કહ્યું કે અમે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ફરાર આરોપીને પણ પકડી લઈશું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk

નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું

Hardik Hingu
GSTV