સાઈકલ ચલાવવાની ઉમરે 13 વર્ષનો આ ભારતીય ટેણિયો વિદેશમાં સોફ્ટવેર કંપની ચલાવે છે

દુબઈમાં 13 વર્ષનો એક ભારતીય છોકરો સોફ્ટવેર કંપનીનો માલિક છે. આ વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે. પરંતુ વાત બિલકુલ સાચી છે. જે ઉમરમાં બાળકો રમતા પણ સરખુ ન શીખ્યાં હોય તે ઉમરમાં આદિત્યન રાજેશ એક સોફ્ટવેર કંપની ચલાવે છે. આશ્ચર્યજનક વાત એ છે કે ફક્ત 9 વર્ષની ઉંમરે આદિત્યનએ પોતાની પ્રથમ મોબાઇલ એપ્લિકેશન બનાવી હતી. ચાર વર્ષ પહેલા માત્ર નવ વર્ષની ઉંમરે પ્રથમ મોબાઇલ એપ્લિકેશન બનાવનાર એક ભારતીય બાળક હવે 13 વર્ષની ઉંમરે દુબઇમાં એક સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીનો માલિક બની ગયો છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, કેરળના વિદ્યાર્થી આદિત્યન રાજેશે માત્ર પાંચ વર્ષની ઉમરે કમ્પ્યુટરનો ઉપયોગ શરૂ કરી દીધો હતો.

કેરળનો રહેસાવી છે આ બાળક

ટેકનીકનાં આ જાદુગરે 13 વર્ષની ઉંમરે પોતાની કંપની ‘ટ્રિનેટ સોલ્યુશન્સ’ ની શરૂઆત કરી છે. આદિત્યને દુબઇના અંગ્રેજી દૈનિકને કહ્યું હતું કે ‘મારો જન્મ કેરેળનાં થિરુવીલામાં થયો હતો અને જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારે મારો પરિવાર અહીં આવ્યો હતો. પ્રથમ વખત મારા પિતાજીએ મને બીબીસી ટાઇપિંગ દેખાડી હતી. એ બાળકો માટે એક વેબસાઇટ છે જ્યાં નાના બાળકો ટાઈપિંગ શીખી શકે છે. ” તેમણે આગળ કહ્યું કે ‘ટ્રિનેટ સોલ્યુશન્સ’ માં 3 કારીગર છે, જે મારા સ્કુલનાં મિત્રો છે.

આવી રીતે કરે છે સેવા

આદિત્યન કહે છે કે, ‘ મારે એક સ્થાપિત કંપનીનો માલિક બનવા માટે 18 વર્ષની ઉંમર પાર કરવી પડશે. જોકે અમે અત્યારથી જ એક કંપનીનું કરવાનું શરૂ કર્યું છે. અમે અત્યાર સુધી 12થી વધુ ક્લાયન્ટ્સ માટે કામ કર્યું છે. અમે તેમને અમારી ડિઝાઇન અને કોડિંગ સેવા સંપૂર્ણ રીતે મફતમાં આપી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter