GSTV

13 લોકો સાથે ગુમ થયેલા વાયુસેનાના વિમાનનો કાટમાળ અરૂણાચલ પ્રદેશમાંથી મળ્યો

Last Updated on June 12, 2019 by Mayur

આઠ દિવસ અગાઉ ગુમ થયેલા ભારતીય વાયુસેનાના વિમાન એએન-૩૨નો કાટમાળ મળી આવ્યો છે. સર્ર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાએે અરૂણાચલ પ્રદેશના લીપોથી ૧૬ કિમી દૂર ગાઢ જંગલો વાળા પહાડ પર આ કાટમાળ શોધ્યો છે. વિમાન જ્યારે ગુમ થયુ ત્યારે તેમાં કુલ ૧૩ લોકો સવાર હતા. સતત આઠ દિવસના સઘન સર્ચ ઓપરેશન બાદ વાયુસેનાને સફળતા મળી છે. 

વાયુસેનાએ જણાવ્યુ છે કે આ દુર્ઘટનામાં કોઇના બચવાની સંભાવના નહિવત છે તેવા ડર સાથે હાલ વિમાનમાં સવાર લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ગુમ થયેલા વિમાનનો કાટમાળ મળ્યાની સત્તાવાર જાહેરાત વાયુસેનાએ ટ્વીટ દ્વારા કરી હતી. જેમાં લખ્યુ હતુ કે, અરૂણાચલ પ્રદેશના ટોટો વિસ્તારથી ઉત્તરપૂર્વમાં અને લીપોથી ૧૬ કિમી દુર ૧૨૦૦૦ ફૂટની ઉંચાઇએથી આ કાટમાળ દેખાયો છે.

હવે તે વિસ્તારમાં વિસ્તૃત તપાસ શરૂ છે. હાલમાં વાયુસેના દ્વારા પ્લેનમાં સવાર લોકોની સ્થિતિની મીહિતી મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. વાયુસેનાના એખ અધિકારીના જણાવ્યા મુજબ કાટમાળ દેખાયા બાદ વાયુસેનાનુ એક ચિતા અને એક એએલએચ હેલિકોેપ્ટર દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા છે પરંતુ ગાઢ જંગલ અને પહાડી વિસ્તારના કારણે લેન્ડ કરી શકતા નથી.

હાલમાં ઘટના સ્થળની નજીકમાં હેલિકોપ્ટર લેન્ડ થઇ શકે તેવી જ્યાની શોધખોળ શરૂ છે. બુધવાર સવારથી હલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાશે. તો ગ્રાઉન્ડ ફોર્સ રાત્રે જ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ શરૂ કરી દેશે. આ સિવાય વાયુસેના તેના સ્પેશિયલ કમાન્ડો ‘ગરૂડ’ને ઘટના સ્થળ પર મોકલશે.

ૅજે સ્થળ પરથી ગુમ વિમાનનો કાટમાળ મળ્યો છે તે સ્થળ અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં આવેલું છે. વાયુસેનાના એમઆઇ-૧૭ વિમાને આ કાટમાળ શોધ્યો છે. જે હજુ પણ લોકેશન પર જ છે. સિયાંગ જિલ્લાના ડેપ્યુટી કમિશ્નર રાજીવ ટકુકે જણાવ્યુ કે વિમાનનો કાટમાળ પારી હિલ્સ નજીક મળી આવ્યો છે. જે ગટ્ટે નામના ગામથી થોડા કિલોમીટર દુર છે. જે વિસ્તારમાંથી આ કાટમાળ મળ્યો છે ત્યાં જવા માટે કોઇ રસ્તાઓ નથી.

ઉપરાંત ભારતીય વાયુસેના સતત વિમાનમાં સવાર લોકોના પરિવારજનોના સંપર્કમાં રહી તેમને માહિતી આપી રહ્યુ છે. આ સિવાય ભારતીય સેના, અરૂણાચલ પ્રદેશ પોલીસ, સ્થાનિક પ્રશાસન પણ આ રેસ્કયુ અભિયાનમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે વાયુસેનાના ઓઓન-૩૨ વિમાને ૩ જુને ૧૩  લોકો સાથે અસમના જોરહાટથી ઉડાન ભરી હતી. જેની ૩૫ મિનીટ બાદ તેનો સંપર્ક  તૂટી ગયો હતો.

ઘટનાક્રમ

  • ૩ જૂન: અસમના જોરહાટ એરપોર્ટ પરથી કુલ ૧૩ લોકો સાથે અરૂણાચલના મેચુકા જવા માટે વિમાને ૧૨.૨૫ મિનિટે ઉડાન ભરી. ત્યારબાદ એક વાગ્યે કંટ્રોલ રૂમ સાથેનો વિમાનનો સંપર્ક તૂટી ગયો.
  • ૪ જૂન : સુખોઇ ૩૦, સી-૧૩૦, એમઆઇ-૧૭ સહિતના વાયુસેનાના વિમાન અને હેલિકોપ્ટર ગુમ થયેલા વિમાનની શોધમાં લાગ્યા.
  • ૫ જૂન: ખરાબ વાતાવરણને કારણે સર્ચ ઓપરેશન બંધ કરવું પડયુ ઉપરાંત ભારતીય નેવીનું પી-૮૧ એરક્રાફ્ટ પણ સર્ચ ઓપરેશનમાં જોડાયું.
  • ૬ જૂન : ગુમ વિમાનમાં સવાર લોકોના પરિવારજનોએ રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી. ડ્રોન વડે પણ શોધખોળ કરવામાં આવી.
  • ૭ જૂન: ચાર દિવસ બાદ પણ વિમાનના કોઇ નિશાન મળ્યા નહીં. બે ચીતા હેલિકોપ્ટર અને ઇસરો પણ શોધખોળમાં જોડાયા.
  • ૮ જૂન: એરફોર્સ દ્વારા વિમાન અંગે માહિતી આપનારને પાંચ લાખના ઇનામની જાહેરાત કરાઇ. વાયુસેનાના વડા ધનોઆએ જોરહાટની મુલાકાત લીધી.
  • ૯ જૂન:  ખરાબ હવામાનને કારણે સર્ચ ઓપરેશન બંધ કરવાની ફરજ પડી.
  • ૧૦ જૂન: દિવસમાં ખરાબ હવામાન હોવાથી રાત્રે તપાસ અભિયાન શરૂ કરાયું.
  • ૧૧ જૂન: આઠ દિવસ બાદ અરૂણાચલમાંથી ગુમ થયેલા વિમાનનો કાટમાળ મળ્યો.

READ ALSO

Related posts

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો / ‘કોના ઓઠા હેઠળ કરોડોનું ડ્રગ્સ મુંદ્રા પોર્ટ પર ઉતર્યું, સરકાર જવાબ આપે

Dhruv Brahmbhatt

અંગ્રેજો પેટ્રોલ માટે કરી રહ્યા છે ભાગમભાગ: બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલની અછત, 90 ટકા ફ્યુલ સ્ટેશન સદંતર ખાલી: પંપો પર સેનાને કરાશે તૈનાત

pratik shah

તમે વિચાર્યા પણ નહીં હોય એટલાં ગુજરાતી માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલમાં છે કેદ, સરકારે આપ્યો આ જવાબ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!