GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

મહારાષ્ટ્રમાં બસ-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13ના મોત, 15 ઘાયલ

મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં રવિવારે રાતના સમયે ગમખ્વાર અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા અને 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. શહાદા-દોંડાઈચા રોડ ઉપર નિમગુલ ગામ પાસે થયેલા આ અકસ્માતમાં 11 લોકોએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ટ્રકના ડ્રાઈવરે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવતા નંદુરબાર જિલ્લાના શહાદાથી ઉપડેલી અને ઔરંગાબાદ તરફ જઈ રહેલી બસને ટક્કર મારી હતી જેથી આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં બે મહિલા, બે બાળકો અને બંને વાહનના ચાલકો સહિત કુલ 13 લોકોનો ભોગ લેવાયો હતો.

જાણવા મળ્યા મુજબ 11 લોકોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો જ્યારે બાકીના બે ધુલે જિલ્લાના દોંડાઈચા ગામની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. ઘાયલ લોકો બે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અંતર્ગત છે અને તે પૈકીના ત્રણની હાલત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે.

આ મામલે અકસ્માતે મોતનો કેસ નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી છે.  પોલીસે મૃતકોના પરિવારજનોને અકસ્માતની ખબર પહોંચાડી હતી અને પોસ્ટમોર્ટમની વિધિ બાદ તેમને મૃતદેહની સોંપણી કરી દેવામાં આવશે.

Read Also

Related posts

છોડી દો નોકરી જવાનું ટેન્શન! લોકડાઉનમાં આ બિઝનેસમાં દર મહિને થશે 1.5 લાખની કમાણી

Mansi Patel

કોંગ્રેસમાં રાજકીય ભૂંકપ: અક્ષય પટેલે તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું, પાર્ટી હાઈકમાન્ડને પત્ર દ્વારા આપ્યો સંદેશો

pratik shah

ઓ બાપ રે… કોરોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, 9633 કેસ પોઝિટીવ, રોગચાળો સરકારની કાબૂ બહાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!