GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા

સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉકાઈ ડેમની ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરો ઉત્તર વધારો નોંધાવા પામ્યો છે. ત્યારે હાલ રાહતના સમાચાર એ છે કે ઉપરવાસમાંમાં વરસાદનું જોર ઘટતા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ ડેમના સત્તાધીશો દ્વારા ઉકાઈ ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા ડેમના 22 દરવાજા પૈકી 13 દરવાજા ખોલી ડેમ માંથી દોઢ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં છેલ્લા એક સપ્તાહમાં પડેલ વરસાદને પગલે ઉપરવાસ માંથી ઉકાઈ ડેમમાં પાણીની આવક આવતા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાયો હતો. પરંતુ ગતરોજ થી પાણીની આવકમાં ઘટાડો નોંધાતા સુરતવાસીઓ માટે હાલ રાહતના સમાચાર છે.

પરંતુ ડેમ પ્રશાસન દ્વારા તકેદારી ના ભાગરૂપે અને ડેમ નું રુલ લેવલ મેન્ટેન કરવા ડેમ ના 22 દરવાજા પૈકી 13 દરવાજા 8 ફૂટ ખોલી દોઢ લાખ ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 337 ફૂટને પાર પોહચી છે અને ડેમનું ઓગષ્ટ માસનું રુલ લેવલ 335 ફૂટ છે. એટલે હાલ ડેમના સત્તાધીશો રુલ લેવલ મેન્ટેન કરી રહ્યા છે ત્યારે ડેમ માંથી પાણી છોડાતા ડેમ પ્રશાસન પણ એલર્ટ થઈ સતત મોનીટરીંગ કરી રહ્યું છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોરોનાની સુપરસ્પીડ: બહાર નીળતાં સો વાર વિચારજો, 33 જ દિવસમાં નોંધાયા 20,000 નવા કેસ

Bansari

સોનાની દાણચોરી કેસ: વોન્ટેડ સ્વપ્ના અને અન્ય 3 વિરુદ્ધ UAPA હેઠળ કેસ દાખલ

Bansari

કોરોના કરતાં પણ ઘાતક એવો નવો રોગ આ દેશમાં મચાવી રહ્યો છે હાહાકાર, નામ અપાયું ‘ભેદી ન્યૂમોનિયા’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!