GSTV
Home » News » રાજ્યસભામાં 13 બિલ લટક્યા : 44 કલાક માત્ર હોબાળામાં બગડ્યા, વાંચો બજેટ પાસ થયું કે નહીં

રાજ્યસભામાં 13 બિલ લટક્યા : 44 કલાક માત્ર હોબાળામાં બગડ્યા, વાંચો બજેટ પાસ થયું કે નહીં

રાજ્યસભામાં કેગનો રિપોર્ટ રજૂ થયા બાદ વિપક્ષોના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભાએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કર્યા વગર જ ધન્યવાદ પ્રસ્તાવ પસાર કર્યો. આ સાથે જ વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ પણ ચર્ચા વગર પસાર થઇ ગયું છે.

રાજ્યસભામાં સભાપતિ વેંકૈયા નાયડુએ સત્ર પૂર્ણ થવાની જાહેરાત કરતા કહ્યું કે આ બજેટ સત્રમાં આપણે ઘણું ઓછું કામ કર્યું છે. સદનમાં 2014 બાદ કામકાજ સતત ઘટી રહ્યું છે જે ઘણી જ ચિંતાજનક બાબત છે. તેમણે કહ્યું કે ગૃહમાં અનેક મહત્વના બિલ પેન્ડિંગ છે. બજેટ સત્ર દરમ્યાન 10 બેઠકો થઇ અન 44 કલાકથી વધુનો સમય બરબાદ થઇ ગયો.

સત્રમાં ફક્ત 3 બિલને મંજૂરી મળી છે. જ્યારે કે કુલ 16 બિલ રજૂ કરવામાં આવ્યા હતા. વેંકૈયા નાયડુએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં રાજ્યસભામાં અનેક મહત્વના બિલ પસાર થયા છે. જેમાં સવર્ણોને અનામત આપવાની જોગવાઇ કરતું 124મું બંધારણીય સુધારા બિલ પણ સામેલ છે.

Read Also

Related posts

દેશના આ 3 રાજ્યોમાં કોંગ્રેસનો 30 વર્ષથી વનવાસ, રાહુલે પીએમ બનવું હશે તો બદલવી પડશે રણનીતિ

Karan

CRPFમાં હેડ કોન્સ્ટેબલનાં 1412 પદ માટે બમ્પર વેકેન્સી, અરજી માટેની આ છે છેલ્લી તારીખ

pratik shah

યુપીમાં મોદી સરકારના વિરોધ પ્રદર્શનમાં જાણો કેટલાના થયાં મોત, કેટલા થયા ઘાયલ : સરકારે કર્યો ખુલાસો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!