5,60,000 લોકોએ વાયરસવાળી એપ ડાઉનલોડ કરી લીધી છે, તમે તો એમાં નથી ને…

એન્ડ્રોઇડ સ્માર્ટફોનના યુજરોની સિક્યોરિટી હંમેશા જોખમમાં રહે છે. Google Play-Store પર વાયરસ અને મૈલવેયર વાળી એપ્લિકેશન આવતી રહે છે અને માહિતીનાં અભાવનાં કારણે લોકો તેમના સ્માર્ટફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે. હવે એક નવાં રિપોર્ટમાં એવું કહેવામાં આવે છે કે ગૂગલ પ્લે-સ્ટોરથી 5,60,000 બનાવટી એપ્લિકેશન યુજરોએ ડાઉનલોડ કરી છે. અને આ ડાઉનલોડ કરેલ ઍપ વાયરસવાળી છે.

સિક્યોરિટી રિસર્ચર Lukas Stefankoના ટ્વીટ્સ અનુસાર આ એપ્લિકેશનની સંખ્યા 13 છે. આમાંથી 2 ઍપ તો ગૂગલ પ્લે-સ્ટોર પર ટ્રેન્ડિંગ એપ્લિકેશનમાં છે. આ બધી ઍપ ડ્રાઇવિંગ ગેમિંગની એપ્લિકેશન છે. જોવા જેવી વાત એ છે કે આ બધી એપ્સ એક જ ડેવલપર દ્વારા તૈયાર કરવામાં આવી છે જેનું નામ લુઇઝ પિન્ટો છે.

આમ તો આ ગેમિંગ એપ્લિકેશન છે પરંતુ ફોનમાં ઓપન નથી થતાં. આ એપ્લિકેશન ફોનમાં વારંવાર ક્રેશ થાય છે. આ એપ્લિકેશનનાં નામ આ પ્રમાણે છે. truck simulator, fire truck simulator, luxury car driving simulator. જો કે Googleએ હવે આ એપને હટાવી દીધા છે. પરંતુ જો તમે ડાઉનલોડ કરી છે તો અનઇંસ્ટોલ કરી શકો છો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter