GSTV

BIG NEWS / ધો. 12ના વિદ્યાર્થીઓ માટે SOP જાહેર, ઓફલાઈન શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત

Last Updated on July 14, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં કોરોનાના કેસ મંદ પડતા રાજ્ય સરકારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ કરવાની મંજૂરી આપી છે. જેના માટે સરકાર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે. નવી SOP પ્રમાણે શાળામાં ઓફલાઈન શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે મરજિયાત રહેશે. આ ઉપરાંત અગાઉની જેમ ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે.

students

વર્ગખંડમાં 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાના રહેશે

શાળાએ જનાર વિદ્યાર્થીઓ માટે વાલીનો સંમતિપત્ર ફરજિયાત કરવામાં આવ્યો છે. ઓફલાઈન શિક્ષણ માટે વિદ્યાર્થીઓ માટે હાજરી મરજિયાત કરવામાં આવી છે. વર્ગખંડમાં 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાના રહેશે. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે. વર્ગખંડનું સેનેટાઈઝેશન, પરિસરમાં હેન્ડ વોશિંગ પોઈન્ટ મુકવાના રહેશે. શાળામાં હાજર રહેતા સ્ટાફના સભ્યોએ માસ્ક પહેરવાના રહેશે.

શાળા

જાણો શું છે આેફલાઈન શિક્ષણ માટેની SOP

  • શાળાઆેમાં વિદ્યાર્થીઆેની હાજરી મરજીયાત રહેશે
  • ૫૦ ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઆેને બોલાવી શકાશે
  • શાળાએ ન આવે તે વિદ્યાર્થીઆે માટે આેનલાઈન શિક્ષણની વ્યવસ્થા
  • પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે વાલીની સહી સાથે સંમતિપત્રક જરૂરી
  • શાળામાં સોશિયલ ડિસ્ટંસનું પાલન જરૂરી
  • વર્ગખંડને સમયાંતરે સેનેટાઈઝ કરવા
  • શાળામાં હેન્ડ વોશિંગ પોઈન્ટ પૂરતા પ્રમાણમાં રાખવા
  • શાળાના સ્ટાફે માસ્ક પહેરવું ફરજિયાત

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana

બિહારના પૂર્વ CM માંઝીની વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘શ્રીરામ મહાપુરૂષ કે જીવિત વ્યક્તિ હતા, એવું નથી માનતો’

Damini Patel

રાજકોટ કોરોના/પાંચ લાખ બાળકો,કોમોર્બીડને કોરોનાનું હજુ વધુ જોખમ, વધુ ત્રણ પોઝીટીવ કેસો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!