GSTV
Home » News » કર્ણાટક ઇલેક્શન : રૂપિયા 125 કરોડની રોકડ, ઝવેરાત અને પાંચ લાખ લીટર દારૂ જપ્ત

કર્ણાટક ઇલેક્શન : રૂપિયા 125 કરોડની રોકડ, ઝવેરાત અને પાંચ લાખ લીટર દારૂ જપ્ત

કર્ણાટકની ચૂંટણીમાં રોકડ અને દારૂ વહેંચવા જેવી કુ રીતિઓ પર રોક લગાવવા માટે ચૂંટણી પંચ આકરી કાર્યવાહી કરી રહ્યું છે. ચૂંટણી પંચની નિરીક્ષણ ટીમે અત્યાર સુધીમાં સવાસો કરોડ રૂપિયાની કિંમતના શંકાસ્પદ રોકડ, ઝવેરાત, દારૂ વગેરે જપ્ત કર્યા છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કર્ણાટકમાં 75.94 કરોડ રૂપિયાની રોકડ, 23.98 કરોડ રૂપિયાનો પાંચ લાખ લિટરથી વધારે દારૂ, 43.25 કરોડ રૂપિયાની ગોલ્ડ જ્વેલરી અને 19.21 કરોડ રૂપિયાનો અન્ય સામાન ઝડપાયો છે.

અન્ય સામાનમાં પ્રેશર કૂકર, સાડી, સિલાઈ મશીન, ગુટખા, લેપટોપ અને ગાડીઓ સામેલ થઈ છે. ચૂંટણી પંચના એક અધિકારી પ્રમાણે કુલ જપ્ત થયેલો સામાન 162.79 કરોડ રૂપિયાનો હતો. તેમાંથી 37.02 કરોડ રૂપિયાની રોકડ તપાસમાં કાયદેસારની હોવાથી પાછી આપવામાં આવી હતી. જપ્ત સામાનમાં લગભગ 40 લાખ રૂપિયાના નશીલા પદાર્થો પણ સામેલ હતા. મહત્વપૂર્ણ છે કે કર્ણાટકમાં 12મી મેના રોજ વોટિંગ થશે અને 15મી મેના રોજ પરિણામ જાહેર થશે.

Related posts

થિયેટરની ખુરશીઓ પર મજાથી બેસીને ફિલ્મ જોઇ કૂતરાઓએ, તસવીરો બની ગઈ Viral

NIsha Patel

આ ઝેરી વાયુનું ઉત્યાદન કરવામાં ભારત પ્રથમ ક્રમે, પ્રદૂષણ ફેલાવવામાં ગુજરાત નથી પાછળ

Arohi

SBIએ ગ્રાહકોને આપી ત્રણ મોટી ભેટ, હવે નહી ચૂકવવા પડે આ ચાર્જીસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!