GSTV

BUDGET 2020 : એવું તે કયુ સેક્ટર છે કે નીતિન ભાઈએ 19,000 નોકરીઓ આપી હોવાની વાત કરી

Last Updated on February 27, 2020 by Mayur

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ મુલાકાતીઓની સંખ્યામાં સત્તત વધારો થઈ રહ્યો છે. સરકાર દ્રારા પણ અનેક વખત એવી જાહેરાતો કરવામાં આવી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જેના આંકડા પણ સામે આવતા હોય છે. આજના બજેટમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો ઉત્પન્ન થઈ છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે કુલ રૂ.૪૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સફારી પાર્કને અદ્યતન કરવા માટે 5 કરોડ રૂપિયા

આ માટે નાયબ મુખ્યપ્રધાન દ્રારા ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઇ અમરેલી ખાતે આંબરડી લાયન સફારી પાર્કના અદ્યતન વિકાસ માટે રૂ.૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાયબ મુખ્યપ્રધાને પ્રવાસન નીતિ અંતર્ગત રોકાણની વાત વહેતી મુકી 197 પ્રોજેક્ટનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, પ્રવાસન નીતિ અંતર્ગત ૩૮૩ જેટલા પ્રોજેક્ટ હેઠળ રૂ.૧૨,૦૦૦ કરોડનું રોકાણ થનાર છે. જે પૈકી ૧૯૭ પ્રોજેકટ ચાલુ થયેલ છે અને ૧૯૦૦૦ લોકોને રોજગારી મળી છે. જે માટે રૂ.૬૦ કરોડ આપવામાં આવે છે. વધુમાં નાણા મંત્રીએ કહ્યું હતું કે, બોર્ડર ટુરિઝમના વિકાસ મારફતે નવી પેઢીમાં દેશભક્તિની ભાવના બળવત્તર બનાવવા નડાબેટ સીમા દર્શન પ્રોજેકટ હેઠળ આંતર માળખાકીય સવલતો તથા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે રૂ.૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ફોસીલ પાર્કને 10 કરોડનો ટેકો

સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ડાયનાસોરના ફોસીલ પાર્કમાં પ્રવાસીઓની સંખ્યા વધતા નાણામંત્રીએ કુલ રૂ.૧૦ કરોડની ફાળણવી કરી છે. તો શુકલતીર્થ, કબીરવડ, મંગલેશ્વર અને અંગારેશ્વરનો મેગા સર્કિટ તરીકે વિકાસ કરવા ભારત સરકાર તરફથી રૂ.૨૩ કરોડ ફાળવવામાં આવેલ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ૫ કરોડ ઉમેરીને આ સ્થળોનો વિકાસ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.

પોળોના ફોરેસ્ટને અને કાળીયાર અભ્યારણનો થશે વિકાસ

સાબરકાંઠાનાં પોળો ફોરેસ્ટમાં પણ પ્રવાસીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જેને ધ્યાનમાં લઈને મુખ્યપ્રધાન દ્વારા વિકાસના કામોને ધ્યાનમાં લેતા પ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો અન્ય એક કાળીયાર અભ્યારણનો વિકાસ કરવા માટે 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

વિવિધ અભ્યાસક્રમોની તાલીમ આપવામાં આવશે

સરકાર દ્વારા રોજગારી ક્ષેત્રે તકો ઉભી કરવા માટે પ્રવાસનને પણ આવરી લેવામાં આવ્યું છે. પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે વધુમાં વધુ રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા ૪૫૦૦ જેટલા સ્થાનિક યુવાનોને વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ આપવા રૂ.૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ઐતિહાસિક ધરોહરોનો જીર્ણોદ્ધાર

મહત્વનું છે કે જૂનાગઢના ઉપરકોટને પણ નાણા મંત્રી દ્રારા ગત વર્ષે 7 કરોડ રૂપિયા જીર્ણોદ્ધાર માટે ફાળવ્યા હતા. છતાં આ વખતે ઉપરકોટ સહિત ધોળાવીરા તથા માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે રૂ ૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો ગિરનારના રોપ વે માટે કુલ 130 કરોડના કામો હાથ ધરવામાં આવશે.

200 કરોડ વડનગરને મળ્યા

હેરીટેજમાં સ્થાન પામ્યા બાદ ભારત સરકારના સંયુક્ત પ્રયાસથી અંદાજીત 200 કરોડ રૂપિયા વડનગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ કોસ્ટલ ટુરીઝમ અંતર્ગત શિવરાજપુર બીચના વિકાસ માટે રૂ.૧૫૦ કરોડના કામો પીપીપીના ધોરણે હાથ ધરવામાં આવેલ છે.

READ ALSO

Related posts

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari

અમદાવાદ / છેતરપિંડીના ગુનાના નિકાલ માટે કરવામાં આવી આર્થિક ગુના નિવારણ શાખાની રચના, પોલીસે અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા કર્યા પરત

Zainul Ansari

ગ્રામ પંચાયતની ચૂંટણી/ સરપંચની ચૂંટણી માટે 31,359 ફોર્મ ભરાયા, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!