GSTV

ભૂટાનની સુંદરતાને નિહાળવું બનશે મોંઘું, હવે ફરવા માટે આપવો પડશે દરરોજનો આટલો ચાર્જ

Last Updated on February 7, 2020 by Ankita Trada

દુનિયાના સૌથી ખુબસુરત દેશ ભૂટાનની સુંદરતાના ભારતીય લોકો દિવાના છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં ભારતીય પર્યટકો આ દેશમાં ફરવા માટે જાય છે, પરંતુ ભૂટાન સરકારની એક યોજના પ્રમાણે, હવે પ્રવાસનના કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે હેઠળ હવે પર્યટકોને ભૂટાનમાં જવાનું થોડું મોંઘુ થઈ શકે છે.

બાળકોની લાગશે અડધી ફી

ઉલ્લેખનીય છે કે, ભૂટાન સરકારની એક યોજના પ્રમાણે હવે કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જે હેઠળ ભારતીય પ્રવાસીઓને ભૂટાન જવા માટે દરરોજના હિસાબથી લગભગ 1200 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. આ યોજનામાં ભૂટાનની સાથે માલદીવ અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે. વધુમાં 6 થી 12 વર્ષના બાળકો માટે આ ફી 600 રૂપિયા હશે. આ શુલ્કને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી કહેવામાં આવી રહી છે.

2018માં ભૂટાનમાં 19 લાખ પર્યટકો પહોંચ્યા હતા

વર્ષ 2019માં ભારતમાંથી લગભગ 19 લાખ પર્યટકો ભૂટાન ફરવા માટે ગયા હતા, જે ક્ષેત્રીય પર્યટકોના 95 ટકા છે. ભૂટાન જવા માટે ભારત બાદ બાંગ્લાદેશ બીજા નંબર પર છે. હાલમાં ભૂટાન સરકાર આ શુલ્કને આંતરરાષ્ટ્રીય પર્યટકો પર લગવવામાં આવનાર 65 અમેરિકન ડોલર એટલે કે, 4631 રુપિયાની સરખામણીમાં ખૂબ જ સસ્તી માની રહી છે. કારણ કે, અન્ય દેશના પર્યટકોને ભૂટાનમાં એક દિવસ રહેવા માટે 4631 રુપિયા ફરજીયાત ફી આપવી પડશે.

જાણકારોએ ભૂટાન સરકારના આ પગલાને ગણાવ્યું ખોટું

ઉલ્લેખનીય છે કે, ભૂટાન દેશ પર પર્યટકોના ખૂબ જ મોટા પ્રમાણ પર કાબુ મેળવવા માટે સરકારે આ પગલું ભરવા જઈ રહી છે. સાથે જ ભૂટાન સરકારના આ પગલાને નિષ્ણાંતો ખોટુ ગણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે, પ્રતિ વ્યક્તિ 1200 રૂપિયા ફી લગાવવાના નિર્ણયથી ભૂટાનમાં પર્યટકોની સંખ્યામાં ખૂબ જ મોટો ઘટાડો થઈ શકે છે. જેથી ભૂટાન સરકારને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, ભારતીય પર્યટકો ભૂટાન દેશના પહાડોની સુંદરતાને જોવા માટે પહોંચે છે, જે આ શુલ્કના અમલમાં આવવાથી ભારતના જ દર્જિલિંગ, સિક્કિમ સહીત અન્ય પહાડી વિસ્તારમાં ફરવા માટે જતા રહેશે.

READ ALSO

Related posts

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah

નવુ સેવિંગ અકાઉન્ટ / ATMમાંથી રોજ કાઢી શકો છો 1.5 લાખ રૂપિયા, જમા રૂપિયા પર FD કરતા વધુ વ્યાજ અને મફતમાં 25 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ: આ બેંકે કરી નવા ખાતાની જાહેરાત

Zainul Ansari

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!