GSTV
Home » News » અધધધ…ચૂંટણી પહેલા વાહનમાંથી મળ્યું 120 કિલો સોનું, પછી શું થયું?

અધધધ…ચૂંટણી પહેલા વાહનમાંથી મળ્યું 120 કિલો સોનું, પછી શું થયું?

120 kg of gold found in up

લોકસભા ચૂંટણી પહેલા માત્ર ચૂંટણી પંચ જ નહિં પરંતુ સરકારી તમામ સરકારી એજન્સીઓ કાર્યરત જોવા મળે છે. પોલીસ અને લશ્કરી અને અર્ધ લશ્કરી દળોની સાથે ઇન્કમટેક્ષ, ઇડી, કસ્ટમ સહિતનાં વિવિધ વિભાગો ગેરકાયદે થતી તમામ પ્રવૃતિઓ પર નજર રાખીને બેઠા હોય છે. જો કે તેમ છતાં ઘણી વખત સોના-ચાંદી, રોકડા રૂપિયા સહિતની અનેક વસ્તુઓની હેરાફરી થાય છે.

ઉત્તરપ્રદેશમાં ગાજીયાબાદના મોદીનગર વિસ્તારમાં એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોદીનગર વિસ્તારમાં પોલીસે એક વાનમાંથી 120 કિલો સોનું ઝડપી પાડ્યું. આ સોનાની કિંમત 38 કરોડ રૂપિયા હોવાનું જણાવાઇ રહ્યું છે. પોલીસે સમગ્ર ઘટના અંગે આઇટી વિભાગને સૂચના આપી છે. જે વાનમાંથી મોટી માત્રામાં સોનુ ઝડપી પાડ્યું. તેમાં બે સુરક્ષા ગાર્ડ અને એક ડ્રાઇવરની સાથે એક કેશિયર સહિત ચાર લોકો હાજર હતા.

આ વાનમાં કેટલાક બોક્ષમાં 120 કિલો સોનુ ભરેલુ હતુ. આટલી મોટી માત્રામાં સોનુ જોઇને તપાસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા. અધિકારીઓ તે વાતની તપાસ કરી રહ્યા છે કે આટલી મોટી સંખ્યામાં સોનાની સપ્લાઇ ક્યાંથી થઇ. પોલીસ મુજબ દિલ્હી એરપોર્ટથી સોનાની આ મોટી ખેપને ગાજીયાબાદના માર્ગે હરિદ્વાર લઇ જવામાં આવી રહી હતી. જ્યાં એક કંપનીને આ સોનુ આપવાનું હતુ. જો કે વાનમાં રહેલા લોકોએ આશરે 109 કિલો સોના અંગેના દસ્તાવેજ પોલીસને સોંપ્યા છે.

READ ALSO  

Related posts

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah