GSTV

IPL 2020: પાકિસ્તાની ફેન્સને IPLની મેચો માણવાનો મોકો નહીં મળે, આ આઠ ભાષાઓમાં કોમેન્ટરી કરાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 13મી સિઝનનો પ્રારંભ થવામાં ગવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે.  ટુર્નામેન્ટની પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર  કિંગ્સ વચ્ચે રમાશે.  કોરોના વાયરસના  આ કપરાં સમયમાં આ ટી20 ક્રિકેટ લીગ સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાં રમાય તે માટે બીસીસીઆઈએ કોઈ કસર બાકી રાખી નથી.

કોરોનાને કારણે સમગ્ર દુનિયા પરેશાન છે અને તેવામાં ક્રિકેટપ્રેમીઓને આઇપીએલથી થોડી રાહત થનારી છે. તેમનો તનાવ ઘટી શકે તેમ છે. આઇપીએલના ટીવી પ્રસારણ અધિકાર સ્ટાર ટીવી પાસે છે. ટુર્નામેન્ટની 13મી સિઝનનું જીવંત પ્રસારણ 120 દેશમાં થનારું છે. જોકે આ 120 દેશમાં પાકિસ્તાનનો સમાવેશ કરાયો નથી. ભારતમાં હિન્દી અને અંગ્રેજી ઉપરાંત કેટલીક સ્થાનિક ભાષામાં તેનું પ્રસારણ કરાશે જેમાં તેલુગુ, તમિળ, કન્નડ, બંગાળી, મરાઠી અને મલયાલમ ભાષાનો સમાવેશ થાય છે.

પ્રેક્ષકો ડીઝની પ્લસ હોટસ્ટાર પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે પરંતુ તે માટે તેમની પાસે પ્રીમિયમ મેમ્બરશિપ હોવી જરૂરી છે. બ્રિટનમાં સ્કાય સ્પોર્ટ્સ અને અમેરિકા તથા કેનેડામાં વિલો ટીવી પરથી પ્રસારણ કરાશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ફોક્સ સ્પોર્ટ્સ પરથી આઇપીએલની મેચો નિહાળી શકાશે. સ્ટાર આ મામલે હાલમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના સ્થાનિક બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરી રહ્યું છે જેથી તે દેશમાં પણ પ્રસારણ કરી શકાય.

53 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં આઠ ટીમ વચ્ચે 60 મેચ રમાશે. આઇપીએલની પહેલી સિઝન 2008માં રમાઈ ત્યારે તેમાં પાકિસ્તાની ક્રિકેટરો રમ્યા હતા પરંતુ ત્યાર બાદ બંને દેશના સંબંધો વણસતાં પાકિસ્તાની ખેલાડીઓને હરાજીમાં સામેલ કરાતા નથી. હવે તો તે દેશમાં પ્રસારણ પણ થશે નહીં.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!