GSTV

રેકેટ/ જેલની હવા ખાઈ રહેલા રાજ કુન્દ્રાની ઓફિસમાંથી એક બે નહીં મળી 120 એડલ્ટ મૂવી, પોલીસ પકડે તો આવો હતો પ્લાન બી

Last Updated on July 27, 2021 by Pritesh Mehta

પોર્નોગ્રાફિક ફિલ્મોના રેકેટમાં જેલની હવા ખાઈ રહેલા રાજ કુન્દ્રાને લઈને રોજ સ્ફોટક ખુલાસા થઈ રહ્યા છે. હાલ પોલીસ કસ્ટડીમાં રાજ કુન્દ્રાની પોલીસ પૂછપરછ કરી રહી છે. રાજ કુન્દ્રા બોલીવૂડની સ્ટાર શિલ્પા શેટ્ટીનો પતિ પણ હોવાથી આ કેસ પર આખા દેશની નજર છે. હવે એવી જાણકારી પણ સામે આવી છે કે, ફેબ્રૂઆરી મહિનામાં પોલીસે જ્યારે પોર્ન ફિલ્મો બનાવવાના રેકેટનો ભાંડો ફોડ્યો હતો તે પછી રાજ કુન્દ્રાએ પ્લાન બી તૈયાર કરી લીધો હતો.

રાજ કુન્દ્રા

દરમિયાન પોલીસે રાજ કુન્દ્રાની મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી ઓફિસમાંથી હોટ શોટ બેનર હેઠળ 120 એડલ્ટ મૂવી રિકવર કરી છે. દરમિયાન રાજ કુન્દ્રાએ પ્લાન બીના ભાગરૂપે નવી એપ લોન્ચ કરીને તેના પર નવું કન્ટેન્ડ અપલોડ કરવા માટે કામ શરૂ કરી દીધું હતું. પોર્ન ફિલ્મોમાંથી સારી એવી કમાણી થઈ રહી હોવાથી રાજ કુન્દ્રાની ઈચ્છા હતી કે, આ કામ ચાલુ રહે.

રાજ

દરમિયાન પોલીસે રાજ કુન્દ્રાની ઓફિસે દરોડો પાડ્યો ત્યાં સુધીમાં ઘણો ડેટા ડિલિટ થઈ ગયો હતો. જે પાછો મેળવવા માટે પોલીસ ફોરેન્સિક એક્સપર્ટની મદદ લઈ રહી છે. મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં આ ઓફિસમાંથી 120 એડલ્ડ મૂવી રિકવર કરી છે. ડેટા રાજ કુન્દ્રાએ અથવા તેના સાથીદાર રાયને ડિલિટ કર્યો હોવાની શંકા છે.

રાજ કુન્દ્રા

દરમિયાન રાજ કુન્દ્રાને પોલીસ ધરપકડ કરશે તેવી આશંકા તો હતી જ અને  માર્ચ મહિનામાં તેણે પોતાનો ફોન બદલી નાંખ્યો હતો. પોલીસને લાગે છે કે, જૂના ફોનમાં ઘણા પૂરાવા હશે. પોલીસ આ ફોનની પણ શોધ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!