GSTV

માને મારી નાખીશ, નરાધમે ત્રણ મહિનામાં ચાર વખત નિશાને પીંખી નાંખી

Last Updated on December 4, 2018 by Karan

બીલીમોરા પંથકમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો.પમાં અભ્યાસ કરતી ૧ર વર્ષની બાળકીને બે વખત પરણેલાં એક સંતાનનાં પિતાએ ફોસલાવી-ધમકાવી ચાર વખત દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. બાળકીનાં પરિવારે હવસખોર આધેડ સામે ફરીયાદ આપતાં પોલીસે તેની સામે સ્પેશ્યલ ચાઈલ્ડ પ્રોટેકશન એક્ટ (પોકસો) અને બળાત્કારનો ગુનો નોંધી જેલનાં સળીયા પાછળ ધકેલી દીધો છે.

બાળકી ધોરણ 5માં અભ્યાસ કરતી હતી

બીલીમોરા પંથકમાં રહેતી ધોરણ.પમા અભ્યાસ કરતી ૧ર વર્ષિય વિદ્યાર્થીની  નિશા (નામ બદલ્યું છે)ને તલોધ ગામની પાણીની ટાંકી પાસે આવેલી નવી નગરીમાં રહેતો અને મજૂરી કામ કરતો સુરેશ પરભુભાઈ કુંકણા (ઉ.વ.૪૦)એ ગત ગણેશ ચતુર્થીનાં બીજા દિવસે પોતાનાં ઘરે પાસેથી જતી હતી. ત્યારે બોલાવી ફોસલાવી પાછળની ઝાડીમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ સિલસિલો ત્યારબાદ કાયમી બનાવી દીધો હતો. તેનો વિરોધ કરતાં સુરેશ કુંકણાએ નિશાને ધમકાવતા કહ્યું હતું કે, જો તું નહીં માને અને કોઈને આ વાત કરીશ તો તને અને તારી માંને હું જાનથી મારી નાંખીશ !આ નરાધમે ત્રણ મહિનામાં ચાર વખત નિશાને પીંખી નાંખી હતી.

બહેનપણીએ નિશાની માતાને સમગ્ર બાબતની જાણ કરી 

બનાવ તા.૧૧-૯-૨૦૧૮થી તા.૨-૧૨-૨૦૧૮ સુધી બન્યો હતો. નિશાએ આ ઘટનાની જાણ પોતાની બહેનપણીને કરી હતી અને પોતાની બહુ ડર લાગે છે. એવું જણાવતા તેની બહેનપણીએ નિશાની માતાને સમગ્ર બાબતની જાણ કરી હતી. આ વાત સાંભળીને તેની માતાનાં હોશકોશ ઉડી ગયા હતા અને તેણે નિશાની પુછપરછ કર્યા બાદ પોલીસમાં સુરેશ કુંકણા વિરૂધ્ધ પોતાની નાદાન પુત્રીને બળજબરીપૂર્વક, ધાકધમકી આપી બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ આપી હતી. 
પોલીસે આરોપી સામે પોસ્કો અને બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. હવસખોર આરોપીનાં બે લગ્ન થયા છે. અને તે એક સંતાનનો પિતા હોવાનું બહાર આવ્યું છે.

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!