GSTV

વાઇરલ વિડીયો / 12 વર્ષની બાળકીએ મુક્કા વરસાવી તોડી નાખ્યું ઝાડ, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ

Last Updated on January 11, 2022 by Vishvesh Dave

વીડિયોમાં 12 વર્ષની બાળકી જે ઝડપે ઝાડને સતત મુક્કા મારીને તોડી નાખે છે તે ખરેખર આશ્ચર્યજનક છે. હાલમાં રશિયાની ઈવ્નિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે.

12 साल की बच्ची ने ताबड़तोड़ मुक्के बरसाकर तोड़ दिया पेड़, Video देख रह दंग रह जाएंगे आप

12 વર્ષની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. ખરેખર, વીડિયોમાં આ બાળકી જે કંઈ કરતી જોવા મળે છે તે જોયા પછી તમે પણ મોંમાં આંગળીઓ દબાવવા લાગશો. બાળકીની ઓળખ ઈવ્નિકા સાદવાકાસ તરીકે થઈ છે.

આ બાળકી જે ઝડપે ઝાડને સતત મુક્કા મારીને તોડે છે તે ખરેખર આશ્ચર્યજનક છે. હાલમાં ઈવ્નિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. આ નાનકડી બાળકીની તાકાત જોઈને બધા આશ્ચર્યમાં છે અને તેના વખાણ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે 12 વર્ષની બાળકી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, તે રશિયાની છે. વાયરલ વીડિયો ક્લિપમાં તમે તેને ઝાડ પર મુક્કો મારતા જોઈ શકો છો. ઈવ્નિકા એટલી ઝડપ અને તાકાતથી ઝાડને મુક્કો મારે છે કે ઝાડના છોતરા નીકળી જાય છે.

મુક્કાના પ્રહારથી ઝાડ તૂટી જાય છે. બાળકીનો આ ચોંકાવનારો વીડિયો જોઈને લોકો બાળકીના આ વીડિયોને જોઈ વિચારમાં પડી ગયા છે કે આટલી ઉંમરમાં પણ બાળક આટલું પાવરફુલ હોઈ શકે?

જુઓ કેવી રીતે છોકરીએ મુક્કા મારીને તોડી નાખ્યું ઝાડ

ઈવ્નિકા લાંબા સમયથી બોક્સિંગ કરી રહી છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ થતા રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ઈવ્નિકા જ નહીં પરંતુ તેનો આખો પરિવાર બોક્સિંગનો શોખીન છે. તેના પિતા રૂસ્ટ્રમે તેને બોક્સિંગ માટે તૈયાર કરી છે. તે પોતે બોક્સિંગ કોચ છે.

એક અહેવાલ મુજબ ઈવ્નિકા સિવાય તેના 7 ભાઈ-બહેનોને પણ બોક્સિંગનો ઘણો શોખ છે. તેની માતા આનિયા પણ સ્પોર્ટ્સમેન હતી, પરંતુ તે જિમ્નાસ્ટમાં હતી.

આ વીડિયો વેબસાઈટ ધ સન દ્વારા તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જે જોતા જ વાયરલ થઈ ગયો છે. લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે યુઝર્સ તેને પોતપોતાના એકાઉન્ટ પર શેર કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે ઈવ્નિકા ઈન્ટરનેટ જગતમાં તેની ઉંમરની સૌથી મજબૂત બાળકી તરીકે જાણીતી છે. તેની બોક્સિંગનો કોઈ જવાબ નથી. તે જે ઝડપ અને શક્તિથી મુક્કો મારે છે તે જોઈ સૌ કોઈ હેરાન છે. હાલમાં આ રશિયન બાળકીની શક્તિને બધા સલામ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!