GSTV
Gujarat Government Advertisement

રામ રાખે તેને કોણ ચાખે : POKમાં 18 કલાક બરફ નીચે રહેલી 12 વર્ષીય બાળકી જીવતી મળી આવી

Last Updated on January 17, 2020 by Mayur

પીઓકેમાં હિમસ્ખલન બાદ આશરે 18 કલાક સુધી બરફ નીચે દટાયેલી 12 વર્ષીય બાળકી સમીના બીબીનો આબાદ બચાવ થયો છે. જો કે, આ હોનારતે તેના ભાઈ અને બહેનનો ભોગ લીધો છે. 

પાકિસ્તાનમાં હિમપ્રપાતના કારણે મરનારા લોકોનો આંકડો 110ને પાર કરી ગયો છે તેવામાં 18 કલાક સુધી બરફ નીચે દટાઈ રહેલી એક 12 વર્ષની બાળકી જીવતી મળી આવતા તેની માતા આનંદિત થઈ ગઈ હતી. ભારે હિમવર્ષાના કારણે નીલમ વેલીમાં આવેલું સમીનાનું ઘર તેની લપેટમાં આવી ગયું હતું અને તેણી બરફથી લદાઈ ગઈ હતી.

બરફમાં દબાવાના લીધે અને પડવાના લીધે તેના પગે ફ્રેક્ચર થઈ ગયું હતું અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું છતા તે સતત જાગતી રહી હતી અને મદદ માટે ચીસો પાડતી રહી હતી. 

સમીનાની માતાને સૌ પ્રથમ એરલિફ્ટ કરી લેવામાં આવ્યા હતા અને તેમણે સમીના સિવાય અન્ય એક દીકરી અને દીકરાને આ દુર્ઘટનામાં ખોઈ દીધા છે. હાલમાં સમીનાને મુજફ્ફરાબાદની હોસ્પિટલમાં અન્ય ઘાયલો સાથે સારવાર આપવામાં આવી રહી છે અને તેના કહેવા પ્રમાણે અચાનક જ આપત્તિ ત્રાટકી હતી. તેમણે ઘરમાં અન્ય લોકોને આશરો આપેલો હતો અને કોઈ પણ જાતના ગડગડાટ વગર અચાનક જ બધું વિખેરાઈ ગયું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

DRDO ભરતી 2021: અપરેંટિસના પદો પર અરજીની પ્રક્રિયા શરૂ, એક ક્લિકે જાણો તમામ ડિટેલ્સ

Bansari

લોકડાઉન/ ગૃહિણીઓના ખિસ્સાંનું બજેટ વિખરાયું, દરેક ઘરના ખર્ચમાં સરેરાશ પાંચ ટકા સુધીનો વધારો

Vishvesh Dave

અમેરિકાએ દરિયામાં એવો કર્યો ખતરનાક પ્રયોગ કે 3.9ની તિવ્રતાનો આવી ગયો ભૂકંપ, પાણીમાં થયો જોરદાર ધડાકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!