ઘોઘાના 12 ગામના ખેડૂતો અને 26 ગામના સરપંચો ઉપવાસ પર બેસી ગયા છે

ભાવનગરના ઘોઘા તાલુકાના ૧૨ ગામોના ખેડૂતો દ્વારા GPLC કંપની દ્વારા જમીન સંપાદન મામલે સવા વર્ષ બાદ તંત્ર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ ન મળતા હોઈડદ ખાતે ત્રણ ખેડૂતોએ અનશન શરૂ કર્યા છે. અનશનના પાંચમા દિવસે ૨૬ ગામોના સરપંચો અને ગામના લોકો સમર્થનમાં જોડાયા હતા. તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ મતદાનની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોની માંગ છે કે જેમાં જમીન અધિગ્રહણની કલમ ૨૪(૨)ના નિયમોનું સરકાર દ્વારા પાલન નથી કરવામાં આવ્યું. ત્યારે જમીન ફરી સંપાદન કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ તેમજ ખેડૂતોના અન્ય પ્રશ્નો અંગે પણ સરકાર દ્વારા ન્યાય મળે તેવી માંગ કરી હતી.

જો સરકાર તેમના પ્રશ્નો અંગે ન્યાય નહિ આપે તો આગામી લોકસભા ચૂંટણી પૂર્વે આ વિસ્તારના ખેડૂતો બે-બે ની ટીમ બનાવી રાજ્યના ૧૭૦૦૦ થી વધુ ગામોના ખેડૂતોને આ ખેડૂત વિરોધી સરકાર બાબતે જાગૃત કરી સરકાર વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter