GSTV

આજથી 12 ટકા કપાશે તમારુ PF, EPFO ના આ નિયમની સમયમર્યાદા થઈ રહી છે પૂર્ણ

epfo

સરકારના આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે મે મહિનામાં જાહેરાત કરી હતી કે, EPF (અમ્પલોયી પ્રોવિડેન્ટ ફંડ) નું મંથલી કોન્ટ્રિબ્યૂશન 24 ટકાથી ઘટીને 20 ટકા કરી દેવામાં આવ્યુ હતુ. સીતારમણે કહ્યુ હતુ કે, લોકડાઉનમાં બિઝનેસ બંધ છે, તેથી કંપની અને એમ્પલોયી બંનેના કોન્ટ્રિબ્યૂશન મે, જૂન અને જુલાઈ 2020 માટે 24 ટકાથી ઘટીને 20 ટકા કરી દેવામાં આવ્યુ હતુ. 1 ઓગષ્ટથી EPF નું કોન્ટ્રિબ્યૂશન પહેલાની જેમ 24 ટકા હશે. જેમાં 12 કંપની અને 12 ટકા કર્મચારી આપશે.

દર મહિને કેટલુ હોય છે યોગદાન ?

EPF સ્કીમના નિયમો હેઠળ કોઈ કર્મચારી દર મહીને પોતાની સેલેરી અને મોંઘવારી ભથ્થાનો 12 ટકા PF માં જમા કરે છે. એટલી જ રકમ કંપની પોતાના કર્મચારીના ખાતામાં જમા કરે છે. કુલ મળીને દર મહીને EPF ખાતામા 24 ટકા રકમ જમા થાય છે. આ 24 ટકામાંથી કર્મચારીનો 12 ટકા અને કંપનીના 12 ટકામાંથી 3.67 ટકા EPF એકાઉન્ટમાં જાય છે. બાકીના 8.33 ટકા એમ્પલોયીઝ પેંશન સ્કીમ (EPF) માં જાય છે.

સરકારે EPF કોન્ટ્રિબ્યૂશન કેમ ઘટાડ્યુ હતુ ?

કોરોનાવાયરસ સંક્રમણ દરમિયાન જ્યારે સરકારે લોકડાઉન કર્યુ હતુ તો, કામકાજ બંધ થઈ ગયુ હતુ. તેના કારણે લોકોને કેશની ખામી થઈ રહી હતી. જેથી સરકારે EPF કોન્ટ્રિબ્યૂશન ઘટાડવાનો નિર્ણય કર્યો જેથી લોકોને સેલેરી તરીકે વધારે પૈસા મળી શકે. જોકે, આ કર્મચારી ઉપર હતુ કે, તે 20 ટકા કોન્ટ્રિબ્યૂશનનો વિકલ્પ પસંદ કરે કે, 24 ટકા…

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!