GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

અમદાવાદમાં દર કલાકે આટલા લોકોને પોતાનો શિકાર બનાવે છે કોરોના, આંક છે ચિંતાજનક

Corona

અમદાવાદમાં કોરોનાનો કાળો કેર યથાવત્ જળવાઈ રહ્યો છે. હવે તો અનલોક-1 દરમિયાન શહેરભરમાં જાહેરમાં માસ્ક ન પહેરતા લોકો તેમજ સોશિયલ ડિસ્ટસ્ટિંગની અવગણના કરનારા લોકોથી કોરોનાના કેસ સતત વધતા જ જવાના છે તેમાં કોઈ મીનમેખ નથી અને સોમવારના જૂન મહિનાના પ્રથમ દિવસે શહેરમાં એકસાથે 314 નવા કેસ નોંધાયા હતા તેમજ 22 દર્દી મૃત્યુ પામ્યા હતા. લોકડાઉન હળવું કરાતા કેસની સંખ્યામાં વધારો થયો હતો.

બીજી તરફ મે મહિનામાં કોરોનાનો આતંક જળવાઈ રહ્યો હતો. મે મહિનામાં કોરોનાથી 693 દર્દીનાં મૃત્યુ થયાં હતાં એટલે કે દર ત્રણ કલાકે બે દર્દી મરણને શરણ થયા હતા. આમ મૃત્યુના મામલે મે મહિનો તો માર્ચ અને એપ્રિલ મહિના કરતાં પણ વધુ બિહામણો પુરવાર થયો હતો.

કોરોના

અમદાવાદની આ હોસ્પિટલમાં જતાં લોકો ડરશે, કોરોનાથી થયેલા કુલ મૃત્યુના 41 ટકા અહીં

ગુજરાતમાં કોરોનાના કેસ અને તેનાથી થતા મૃત્યુમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી કોરોનાથી જેટલા મૃત્યુ નોંધાયા છે તેમાંથી ૮૧% અમદાવાદમાં જ્યારે જ્યારે ૪૧% માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જ થયેલા છે.

Corona

અમદાવાદ સિવિલની સ્થિતિ ચિંતાજનક

અમદાવાદમાં સોમવાર સુધી કોરોનાથી કુલ ૧૦૬૩ વ્યક્તિના મૃત્યુ થયેલા છે. આ પૈકી ૮૬૪ માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. અમદાવાદ જિલ્લામાંથી કોરોનાથી જે મૃત્યુ નોંધાયા છે તેમાંના ૪૩૪ માત્ર અમદાવાદની સિવિલમાંથી છે. આમ, ગુજરાતમાં કોરોનાથી જે કુલ મૃત્યુ થયા છે તેમાંના ૪૦.૭૦% માત્ર અમદાવાદની સિવિલમાં નોંધાયા છે. આ ઉપરથી જ અમદાવાદ સિવિલની ચિંતાજનક સ્થિતિનો અંદાજ મેળવી શકાય છે. બીજી તરફ અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલમાંથી ૧૫૯, સોલા સિવિલમાંથી ૫૦ , અસારવાની કેન્સર હોસ્પિટલમાંથી ૫૮, અસારવાની કિડની હોસ્પિટલમાંથી ૩૬, યુએન મહેતા હોસ્પિટલમાંથી ૮, બાપુનગરની ઈ.એસ.આઇ.સી. હોસ્પિટલમાંથી ૪ જ્યારે અન્ય હોસ્પિટલમાંથી ૧૦૫ કોરોનાના દર્દીના મોત થયેલા છે.

રાજ્યમાં કોરોના પોઝિટીવ કેસ

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)
25 મે405(310)
26 મે361(251)
27 મે376(256)
28 મે367(247)
29 મે372(253)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)

ડિસ્ચાર્જ આપવાના મામલે સિવિલ બીજા સ્થાને

અમદાવાદમાં કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ આપવાને મામલે સિવિલ હોસ્પિટલ બીજા સ્થાને છે. એસવીપી હોસ્પિટલમાંથી સૌથી વધુ ૧૫૭૧, સિવિલ હોસ્પિટલમાંથી ૧૪૨૮ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવારમાં બેદરકારીને કારણે સતત વિવાદમાં પણ રહેલી છે.

Read Also

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!