GSTV
Home » News » હરેન પંડ્યાની હત્યા કેસમાં હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી

હરેન પંડ્યાની હત્યા કેસમાં હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી

આજે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાની હત્યાના મામલે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાવાની છે. હરેન પંડ્યા મર્ડર કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા 12 દોષિતોને નિર્દોષ છોડવાના ચુકાદાને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ વિનિત સરનની ખંડપીઠ દ્વારા તથ્યો, સાક્ષીઓના આધારે 12 દોષિતોને નિર્દોષ છોડવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તેના પર સુનાવણી બાદ ચુકાદો આપવામાં આવશે.

આજથી કેસની સુનાવણી શરૂ થઈ રહી છે. આજે ચુકાદો આવવાનો નથી. સીબીઆઈનું કહેવું છે કે 2002ના ગુજરાત ખાતેના રમખાણોનો બદલો લેવા માટે હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. 19 લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી અને તેમાના 12 શખ્સોને સીબીઆઈ કોર્ટ દ્વારા પાંચ વર્ષથી માંડીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે બારેય દોષિતોને બરી કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે 2003માં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડયાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

Related posts

પીડિત પરિવારના આંસુ લુછવા એ ગુનો છે ? પ્રિયંકાએ શેર કર્યો વીડિયો

Mayur

સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીને પાકિસ્તાને બનાવી નિશાન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Arohi

પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!