GSTV
Gujarat Government Advertisement

ઓપન લેટર/ જ્યાંથી વેક્સિન મળે ત્યાંથી ખરીદી દેશને વેક્સિન આપો, વડાપ્રધાન પાસે 12 મોટા વિપક્ષી દળોએ કરી આ 9 માંગણીઓ

12 opposition parties wrote a letter to pm modi

Last Updated on May 12, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે દેશના તમામ મોટા વિપક્ષી દળો દ્વારા વડાપ્રધાન મોદીના નામે એક ઓપન લેટર લખવામાં આવ્યો છે. આ ઓપન લેટર વડાપ્રધાનને 12 મોટા વિપક્ષી દળોએ લખ્યો છે. આ પત્ર પર સોનિયા ગાંધી, એચડી દેવગૌડા, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, મમતા બેનર્જી, એમકે સ્ટાલિન. હેમંત સોરેન, ફારુક અબ્દુલ્લાહ, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડી. રાજા અને સીતારામ યેચુરીના હસ્તાક્ષર છે.

central vista project

આ લેટરમાં વિપક્ષી દળોએ ફ્રી વેક્સિનેશન કરવા, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને બંધ કરવા અને તેના ફંડને સ્વાસ્થ્ય સેવાઓ પાછળ ખર્ચવા, બેરોજગારોને 6 હજાર રૂપિયા આપવા જેવા સૂચનો આપ્યા છે. વિપક્ષે માંગ કરી કે જ્યાંથી વેક્સિન મળે ત્યાંથી ખરીદી સમગ્ર દેશમાં યુનિવર્સલ વેક્સિનેશન કાર્યક્રમ ચલાવવામાં આવે.

વેક્સિન માટે ફાળવેલ બજેટની રકમ રીલિઝ કરવામાં આવે. પીએમ કેર્સ ફંડ સહિતના ખાનગી ફંડોનો પૈસા બહાર લાવી તેનો ઉપયોગ વેક્સિન અને ઓક્સિજન ખરીદવા કરવામાં આવે. તમામ જરૂરિયાત મંદોને મફતમાં અનાજ વિતરણ કરવામા આવે. ખેડૂત કાયદાઓને પરત ખેંચાય. જેથી ખેડૂતો આંદોલનના સ્થાનેથી ખસીને ખેતી પર વધુ ધ્યાન આપતા થાય.

વિપક્ષો દ્વારા કરવામાં આવેલી માંગ

  1. દેશમાંથી અથવા તો વિદેશમાં જ્યાંથી શક્ય હોય ત્યાંથી રસી ખરીદવામાં આવે.
  2. આખા દેશમાં તાત્કાલિક યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ શરુ કરવામાં આવે.
  3. સ્વદેશી વેક્સિનના નિર્માણ માટે જરુરી લાઇસેસિંગને લાગુ કરવામાં આવે.
  4. રસી માટે 35 હજાર કરોડ રુપિયાનું બજેટ ફાળવવામાં આવે.
  5. સેન્ટ્રલ વિસ્ટા પ્રોગ્રામ બંધ કરાવામાં આવે અને તેના માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેનો ઉપયોગ ઓક્સિજન અને રસી ખરીદવા માટે કરવામાં આવે.
  6. PM કેર ફંડ અને તમામ પ્રાઇવેટ ફંડમાં જમા તમામ પૈસાને બહાર લાવવામાં આવે અને તેનો ઉપયોગ ઓક્સિજન અને મેડિકલ ઉપકરણ ખરીદવા માટે કરવામાં આવે.
  7. તમામ બેરોજગારોને 6 હજાર રુપિયા પ્રતિ માસ આપવામાં આવે.
  8. તમામ જરુરિયાતમંદોને મફતમાં અનાજ આપવામાં આવે.
  9. કૃષિ કાયદાને પરત લેવામં આવે જેથી માહામારીનો શિકાર થયેલા લાખો અન્નદાતાઓ દેશના લોકોને ખાવા માટે અનાજ ઉગાવી શકે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!