GSTV

Big Breaking / પૂર્વ મુખ્યમંત્રી સહિત 12 ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ છોડી TMCનો ખેસ પહેર્યો, અહીં મુખ્ય વિપક્ષી પાર્ટી બની તૃણમૂલ

કોંગ્રેસ

Last Updated on November 24, 2021 by Zainul Ansari

મેઘાલયમાં કોંગ્રેસ પાર્ટીને બુધવારે રાત્રે મોટો ફટકો પડ્યો છે. મેઘાલયમાં કોંગ્રેસ પાર્ટીના 18માંથી 12 ધારાસભ્યોએ તૃણમૂલ કોંગ્રેસ જોઈન કરી છે. મળતી માહિતી મુજબ મુકુલ સંગમા સહિત 12 કોંગ્રેસના ધારાસભ્યો હવે TMCમાં સામેલ થઈ ચુક્યા છે, આવી સ્થિતિમાં હવે મેઘાલયમાં તૃણમૂલ કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ પછી મેઘાલય બીજો રાજ્ય છે, જ્યા તૃથમૂલ કોંગ્રેસના આટલી મોટી સંખ્યામાં ધારાસભ્ય થયા હોય.

રિપોર્ટ મુજબ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા સહિત 12 કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોએ પોતાનું રાજીનામું સ્પીકરને સોંપ્યું અને તેની સાથે TMCમાં સામેલ થવાની ઓપચારિકતા પૂર્ણ કરી.

હવે કોંગ્રેસની જગ્યાએ તૃણમૂલ કોંગ્રેસ છે મેઘાલયની મુખ્ય વિપક્ષી પાર્ટી

તૃણમૂલ કોંગ્રેસ માટે આ એક મોટી સફળતા છે, જે પશ્ચિમ બંગાળથી દેશના અન્ય રાજ્યોમાં પાર્ટીના વિસ્તરણની શક્યતાઓ શોધી રહી છે. ટીએમસી મોટી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં સફળ રહી છે.

મેઘાલયમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 40 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સમર્થનવાળા NDA ગઠબંધનના છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી પાસે રાજ્યમાં કુલ 18 ધારાસભ્યો હતા, જેમાંથી 12 ધારાસભ્યો હવે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. આ ધારાસભ્યોની સંખ્યા કુલ ધારાસભ્યોના બે તૃતીયાંશ જેટલી છે. આવી સ્થિતિમાં આ ધારાસભ્યો પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ નહીં થાય અને તેના કારણે હવે કોંગ્રેસના બદલે તૃણમૂલ કોંગ્રેસ મેઘાલયની મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે.

Read Also

Related posts

મેવાણી માટે વડગામની સીટ ખાલી કરી આપનારા મણીભાઈ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Pravin Makwana

Big News/ આ દેશોમાંથી ગુજરાત આવી રહેલા લોકો માટે RTPCR ફરજિયાત, કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારનો મોટો નિર્ણય

Bansari

ચોંકાવનારો સર્વે/ દેશની મહિલાઓએ ખુદ સ્વિકાર્યું કે, પતિ દ્વારા મરાતો માર યોગ્ય છે, જોઈ લો ક્યા રાજ્યની મહિલા છે સૌથી વધારે દુ:ખી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!