GSTV

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Last Updated on November 29, 2021 by GSTV Web Desk

ચોમાસુ સત્રમાં થયેલા હોબાળાની શિયાળુ સત્રમાં કાર્યવાહી થઇ છે. હોબાળો મચાવનાર 12 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એટલે કે તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેનાના સાંસદોનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં હંગામો કરવા બદલ 11 ઓગસ્ટે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

  1. એલારામ કરીમ (સીપીએમ)
  2. ફૂલોદેવી નેતામ (કોંગ્રેસ)
  3. છાયા વર્મા (કોંગ્રેસ)
  4. રિપન બોરા (કોંગ્રેસ)
  5. બીનાય વિશ્વમ (સીપીઆઈ)
  6. રાજમણિ પટેલ (કોંગ્રેસ)
  7. ડોલા સેન (ટીએમસી)
  8. શાંતા છેત્રી (ટીએમસી)
  9. સીદ નાસિર હુસૈન (કોંગ્રેસ)
  10. પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના)
  11. અનિલ દેસાઈ (શિવસેના)
  12. અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ)

શું થયું હતું 11 ઓગસ્ટે?

11 ઓગસ્ટે ઇન્સ્યોરન્સ બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. સંસદની અંદર પણ હંગામો થયો હતો. આલમ એવો હતો કે મામલો શાંત પાડવા માટે માર્શલને બોલાવવા પડ્યા હતા. તે દિવસે હોબાળો થતાં, રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે ‘ગૃહમાં જે કંઈ પણ થયું છે તેનાથી લોકશાહીનું મંદિર અપવિત્ર થયું છે’.

હંગામાને કારણે બંને ગૃહ બે દિવસ પહેલા સ્થગિત કરવામાં આવ્યા હતા. લોકસભામાં માત્ર 21% અને રાજ્યસભામાં 28% કામ થયું હતું. સરકારે વિપક્ષ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ ઓબીસી બિલ, વીમા બિલ અથવા અન્ય કોઈ બિલ પસાર કરવાનો પ્રયાસ કરશે તો તેમને પરિણામ ભોગવવા પડશે. રાજ્યસભામાં થયેલા હોબાળાને લઈને કેન્દ્રના આઠ મંત્રીઓએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને વિપક્ષને માફી માંગવા કહ્યું હતું.

સંસદ

વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને સરકાર પર આરોપ મૂકતા આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. તેમાં વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે જ્યારે ઇન્સ્યોરન્સ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે સુરક્ષા વિભાગના કર્મચારીઓ ન હોય તેવા બાહ્ય સુરક્ષા કર્મચારીઓને ગૃહમાં બોલાવવામાં આવ્યા હતા. વિપક્ષે મહિલા સદસ્યો સાથે આ લોકોએ ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!