GSTV
India Trending

એક સાથે 12 વાનરોના થયા હાર્ટ એટેકથી મોત, કારણ જાણશો તો ચોંકી જશો!

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કોતવાલી મોહમ્મદી વિસ્તારમાંથી એક સાથે 12 વાનરોના મૃતદેહ મળી આવતા અરેરાટી પ્રસરી ગઇ હતી. જો કે, આ વાનરોના મોત પાછળ ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કોતવાલી મોહમ્મદી વિસ્તારમાં 12 વાનરોના મૃતદેહ મળી આવ્યા હતા. વન વિભાગના અધિકારીઓને પ્રથમ નજરે તો એમ લાગ્યું કે, તેમને ઝેર આપવામાં આવ્યું હશે. જો કે, તપાસ બાદ સનસનીખેજ વિગત બહાર આવી હતી. મળતી માહિતી અનુસાર, આ વિસ્તારમાં વાઘથી ડરીને વાનરોને એક સાથે કેટલીક વખત હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમનું મોત થયું હતું. પશુ ચિકિત્સક સંજીવ કુમારે આ વાતની પૃષ્ટિ કરી હતી. જો કે, એમ પણ માનવામાં આવે છેકે, વાનરોના મોત માત્ર વાઘની ત્રાડ સાંભળીને જ થયા હશે કારણ કે જો તેઓ તેમની સામે હોય તો તે તેમનો શિકાર જરૂર બનાવતો.

Related posts

ઓછો અને અપૂરતો ખોરાક નહિ ચાલે/ શરીરને આરોગ્યપ્રદ અને તંદુરસ્ત રાખવા પૂરતો આહાર જરૂરી, ઓવર કે અન્ડર ઈટિંગ આપે છે તકલીફોને આમંત્રણ

Akib Chhipa

હવે ફેસ સ્કેન વિના એરપોર્ટ પર એન્ટ્રી નહીં થાય, જ્યોતિરાદિત્ય સિંધિયાએ શરૂ કરી ‘ડીજીયાત્રા’ સુવિધા

Siddhi Sheth

માઈનસ 8 તાપમાનમાં ચીનમાં બર્ફીલા સરોવરોમાં લોકો માણી રહ્યા છે સ્વિમિંગનો આનંદ, જુઓ ફોટો

Padma Patel
GSTV