GSTV
Home » News » મહારાષ્ટ્રમાં 12 ધારાસભ્યો અને રાજ્યસભા સાંસદ ભાજપને અલવિદા કહેવાની તૈયારીમાં, ભાજપે કર્યો આ ખુલાસો

મહારાષ્ટ્રમાં 12 ધારાસભ્યો અને રાજ્યસભા સાંસદ ભાજપને અલવિદા કહેવાની તૈયારીમાં, ભાજપે કર્યો આ ખુલાસો

મહારાષ્ટ્રમાં થોડા દિવસોમાં જ કાડાકા ભડાકા થાય તેવા પૂરી સંભાવના છે. બીજેપીમાંથી 12 ધારાસભ્યો એનસીપી અને કોંગ્રેસમાં પરત ફરે તેવી સંભાવના છે. આ ધારાસભ્યોમાં મોટાભાગના એ છે જેમણે ચૂંટણી પહેલાં જ પાર્ટી છોડી હતી. બીજેપીના એક રાજ્યસભાના સાંસદ પણ ભાજપ છોડવાના મૂડમાં હોવાના અહેવાલો છે. બીજેપીએ આ બાબતને અફવા ગણાવી છે. જે ધારાસભ્યો પાર્ટી છોડવા માગે છે તેઓ એનસીપી જોઈન કરવાની ઇચ્છા ધરાવે છે. આ ધારાસભ્યો રાજીનામા આપીને ગઠબંધનને સહારે ફરી પેટાચૂંટણી માટે પણ તૈયાર થઈ ગયા છે.

એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું છે બીજેપીએ આઈટી અને સીબીઆઈનો ડર દેખાડી કોંગ્રેસ અને એનસીપીના નેતાઓને ભાજપમાં સામેલ કર્યા છે. બીજેપીની સત્તા જતાં આ ધારાસભ્યો હવે ઘરવાપસી કરવા માગે છે. જેમાંથી કેટલાક વિધાયકો અજિત પવારને તો કેટલાક શરદ પવારને મળ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે જણાવ્યું છે કે, હવે ઘણા નેતાઓ બીજેપીમાં જઈને પસ્તાઈ રહ્યાં છે. જેઓને હવે પરત આવવું છે. અમારી કોઈ સાથે વાતચીત ચાલી રહી નથી પણ આ સત્ય છે.

બીજી તરફ ભાજપના નેતા આશિષ શેલારે ખુલાસો કર્યો છે કે પાર્ટીમાંથી 12 ધારાસભ્યો ભાજપ છોડવાની બાબત માત્ર અફવા છે અમને અમારા ધારાસભ્યો પર પૂરો ભરોસો છે. મહારાષ્ટ્રના વિધાનસભાના સત્રમાં આ બાબત વિવાદ પકડી શકે છે. હવે આ ધારાસભ્યોને ફરી પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવાય તો ભાજપ છોડવાની પૂરી તૈયારી હોવાનું એમવીએસ સરકાર દાવો કરી રહી છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!