લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલી હિંસક અથડામણ બાદ LAC ઉપર તણાવની સ્થિતિ વધારે જોવા મળી રહી છે. તણાવની સ્થિતિ ઘટાડવા માટે બંને દેશના સૈનિકો વચ્ચે બેઠકોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. મંગળવારે ભારત અને ચીન સૈન્યના અધિકારીઓ વચ્ચે 12 કલાક સુધી મંત્રણા થઈ હતી. જેમાં પેંગોંગ ત્સો લેક વિસ્તારમાંથી ચીનને તેના સૈન્ય હટાવી લેવા માટે જણાવ્યું છે.

12 કલાક સુધી ચાલી બેઠક
લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર તણાવને ઓછો કરવા માટે મંગળવારે ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓની વચ્ચે 12 કલાક સુધી મંત્રણા થઇ હતી. કોર કમાન્ડર સ્તરની આ વાતચીતમાં બંને પક્ષો વચ્ચે ધીમે ધીમે સૈનિકોને પાછળ હટાવાવની વાત પર સહમતી બની છે. સૂત્રો પ્રમાણે આ મંત્રણાનું મુખ્ય કેન્દ્ર ફોક્સ પેંગોંગ ત્સો લેકના ફિંગર-ફોર વિસ્તાર હતો. ભારતે ચીનને સ્પષ્ટ કહ્યું છે કે તે પેંગોંગ વિસ્તારમાંથી પોતાના સૈનિકો અને હથિયારોને પરત હટાવી લે અને 5 મે પહેલા જે સ્થિતિ હતી તેને પૂર્વવત કરે.
- ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર
- Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ
- પ્લાસ્ટિકની બોટલનું નહીં પણ માટીના વાસણનું પાણી પીવો, તમને એક પછી એક ઘણા જબરદસ્ત ફાયદા થશે
- Cost Cutting Drive: Google નું ખર્ચ ઘટાડો અભિયાન, છટણી બાદ કર્મચારીઓને મળતાં ભથ્થા પર ફેરવાશે કાતર
- Sleep Mask/ શું તમે પણ કરો છો ફેસ માસ્કનો ઉપયોગ, જાણી લો તેના નુકસાન