GSTV

મુંબઈમાં આ પહેલા પણ દુર્ઘટનામાં ગયા હતા અનેક લોકોના જીવ, છતા પણ તંત્ર ઘોર નિંદ્રામાં

Last Updated on July 16, 2019 by

મુંબઈના ડોંગરીમાં ઈમરાત ધરાશાયી છે. જુલાઈ માસમાં ચાર જેટલી ઈમારત ધરાશાયી થવાની ઘટના બની ચૂકી છે. પહેલી જુલાઈએ મુંબઈના કલ્યાણમાં એક સ્કૂલની દીવાલ ધરાશાયી થતા એક બાળક સહિત ત્રણના મોત થયા હતા. બીજી જુલાઈએ ભારે વરસાદના કારણે મલાડમાં એક દીવાલ ધરાશાયી થઈ હતી. જેમા ૧૮ લોકોના મોત નિપજ્યા હતા.

સાતમી જુલાઈએ શિવાજીનગરમાં એક મકાન ધરાશાયી થતા પાંચના મોત થયા હતા. જ્યારે મુંબઈ સિવાય પુણેમાં બે અલગ અલગ ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં ૨૧ લોકોના મોત થયા હતા.

મહત્વપૂર્ણ છે કે, આ પહેલા ૩૧મી ઓગસ્ટ, ૨૦૧૭માં ભિંડીબજાર વિસ્તારમાં આવેલી ૧૧૭ વર્ષ જૂની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમા ૩૪ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૫મી જુલાઈ, ૨૦૧૭ના રોજ ઘાટકોપરમાં ધરાશાયી થયેલી ઈમારતમાં ૧૭ લોકોના મોત થયા હતા.

મુંબઈમાં ઈમારત ધરાશાયી થયા બાદ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો સર્વે કરવામાં આવતો નથી. ત્યારે ફરીવાર ઈમારત ધરાશાયી થયા બાદ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!