GSTV

દૂધસાગર ડેરીનું વધુ એક કૌભાંડ : 1800 કર્મચારીઓના ખાતામાં 12 કરોડ જમા કરાવ્યા અને પછી પરત લઈ લેવાયા

મહેસાણામાં દૂધસાગર ડેરીનો વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ડેરીની સાધારણ સભામાં કર્મચારીઓએ સારું કામ કર્યુ છે તેમ કહી વિપુલ ચૌધરીએ બે પગાર આપવાનો ઠરાવ કર્યો હતો. જે અંતર્ગત ડેરીના 1800થી વધુ કર્મચારીઓના ખાતામાં 12 કરોડ રૂપિયા જમા કરાવીને પરત લેવાયા હતા.

કર્મચારીઓએ 80 ટકાથી વધુની રકમના કોરા ચેક ડેરીને આપીને 9 કરોડની રકમ વિપુલ ચૌધરીને આપવાની ગોઠવણ કરી હતી. કથિત કૌભાંડમાં ડેરીના ડિરેક્ટર અશોકભાઈએ લેખિતમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો હોવાની તંત્રને જાણ કરી છે. સહકાર વિભાગે ડેરીના ચેરમેન અને એમડીને નોટિસ આપી ભ્રષ્ટાચાર કાનૂન હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. દૂધસાગર ડેરીના ચેરમેન સહિતને નોટિસ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

BOBએ વ્યાજદરોમાં કર્યો મોટો ઘટાડો, હોમ-ઓટો લોન થશે સસ્તી

Karan

લૉકડાઉનમાં TV જોનારાઓ માટે ખુશખબર, હવે FREEમાં જુઓ આ પોપ્યુલર ચેનલ્સ

Bansari

કોરોનાનો હાહાકાર: મહાપાલિકાએ મેડિકલ અને પેરા મેડિકલ ઓફિસરની તાત્કાલિક ભરતી પ્રકિયા કરી શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!