ભાજપ લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશના આટલા સાંસદોની ટિકિટ કાપી શકે

BJP

મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી એપ્રિલ-મે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એન્ટી ઈન્કમ્બન્સીના કારણે ૧૨થી વધારે વર્તમાન સાંસદોની ટિકિટ કાપી શકે છે. 

ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ શુક્રવારે કરેલી જાહેરાત મુજબ આગામી લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં તેમની પાર્ટી એન્ટી ઈન્કમ્બન્સીના કારણે ૧૨થી વધારે વર્તમાન સાંસદોની ટિકિટ કાપી શકે છે. તેમણે જણાવ્યું કે એક સર્વેની અવગણના કરવાના કારણે ગત વર્ષે નવેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ૧૫ વર્ષ બાદ ભાજપની હાર થઈ હતી. આ સર્વેમાં ઓછામાં ઓછા ૮૦ ધારાસભ્યોનો દેખાવ યોગ્ય ન હોવાથી અને એન્ટી ઈન્કમ્બન્સીના કારણે તેમને ટિકિટ ન આપવી જોઈએ તેવું સૂચવવામાં આવ્યું હતું. 

૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે પાર્ટીએ મોદી લહેરના કારણે રાજ્યની ૨૯ પૈકીની ૨૭ બેઠક પર વિજય હાંસલ કર્યો હતો. ફક્ત વર્તમાન મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાની છિંદવાડા અને ગુનાની બેઠકો બચાવવામાં સફળ રહ્યા હતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૧૮ સાંસદોની બેઠકમાં ફેરફાર કર્યો હતો. ભાજપના એક નેતાએ જણાવ્યા મુજબ પાર્ટીની કેન્દ્રિય પસંદગી સમિતિ એન્ટી ઈન્કમ્બન્સીના કારણે લોકસભા ચૂંટણીમાં ૧૨થી વધારે સાંસદોની ટિકિટ કાપી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter