GSTV
Home » News » માલ્યાની મુસીબતમાં વધારો, દેવાળિયા જાહેર કરવા 12 બેંકોની લંડન કોર્ટમાં અરજી

માલ્યાની મુસીબતમાં વધારો, દેવાળિયા જાહેર કરવા 12 બેંકોની લંડન કોર્ટમાં અરજી

લિંકર કારોબારી વિજય માલ્યાને દેવાળિયા જાહેર કરવા માટે 12 ભારતીય બેન્કોએ મંગળવારે લંડનની કોર્ટમાં અરજી કરી છે. બિઝનેસ ન્યુઝ વેબસાઈટ બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ બેન્કોના વકીલ માર્સિયા શેકરડેમિયને કહ્યું કે માલ્યા પર 10,000 કરોડ રૂપિયાનું દેવું છે, તેણે અત્યાર સુધીમાં કોઈ ચૂકવણી કરી નથી.

દેવાળિયા અરજી લંડનમાં એટલા માટે દાખલ કરવામાં આવી છે કારણ કે અહીં 20 વર્ષથી માલ્યાનું ઘર અને સંપતિઓ છે. તેમાં 280 કરોડ રૂપિયાની વેલ્યુનું ટાઉનહાઉસ, 100 કરોડ રૂપિયાનું મેંસન, ત્રણ યોટ અને ફોર્સ ઈન્ડિયા ફોર્મ્યુલા વન ટીમમાં શેરહોલ્ડિંગ સામેલ છે. માલ્યાના વકીલ ફિલિપ માર્શલે કહ્યું હતું કે બેન્કોની અરજી ફગાવી દેવી જોઈએ, કારણ કે તે દેવાની સ્થિતિને ભારતીય કોર્ટમાં એકદમ વિપરીત રીતે રજૂ કરી રહ્યાં છે.

કોર્ટ અરજી પર સુનાવણી પણ કરે છે તો માલ્યાના પ્રત્યાર્પણના કેસમાં ચુકાદો આવે ત્યાં સુધી ટળવી જોઈએ. કિંગફિશર એરલાઈનના લોન મામલામાં માલ્યા પર છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો આરોપ છે. તે માર્ચ 2016માં લંડનમાં ભાગી ગયો હતો. ત્યાંની કોર્ટ અને સરકાર ભારત પ્રત્યાર્પણની મંજૂરી આપી ચૂકી છે, જોકે માલ્યાએ ચુકાદાની વિરુદ્ધ અપીલ કરી હતી. તે અપીલ પર ફેબ્રુઆરીમાં સુનાવણી થશે.

READ ALSO

Related posts

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

Pravin Makwana

નમસ્તે ટ્રમ્પ અભિવાદન કાર્યક્રમમાં વિરમગામનું શરણાઈ ગ્રુપ સંગીત રેલાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!