અગિયારમાં ધોરણની વિદ્યાર્થિનીએ બાળકીને આપ્યો જન્મ, મામલો સામે ત્યારે આવ્યો જ્યારે…

એક કિશોરીએ હાસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો. આ ઘટના બાદ પરિવારે સોડાલા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ પર બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે રિપોર્ટ લખીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

કિશોરી સાથે થયો હતો બળાત્કાર

પોલીસે જણાવ્યા અનુસાર સોડાલા નિવાસી એક 17 વર્ષીય કિશોરી અગિયારમાં ધોરણની વિદ્યાર્થિની છે. 29 ડિસેમ્બરે કિશોરીએ હોસ્પિટલમાં એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. તેની જાણકારી હોસ્પિટલ પ્રસાસને પોલીસને આપી. પોલીસે ત્યાં પહોંચીને મામલાની તપાસ કરી તો ખબર પડી કે કિશોરી સાથે બળાત્કાર થયો છે. પરિવારની ફરિયાદ પર પોલીસે અજ્ઞાન વ્યક્તિ પર ફરિયાદ નોધાવી છે.

પોલીસ અધિકારી એસઆઈ ભંવર લાલે જણાવ્યું કે પીડિતાએ હાલમાં જ અગિયારમાં ધોરણની પરિક્ષા આપી હતી. પુછતાછમાં પીડિતા બરાબર રીતે ઘટનાની જાણકારી ન આપી શકી. આ મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે.

ત્યાંજ બીજી તરફ…

રાજસ્થાનના રામગઢથી આ હ્રદયસ્પર્શી ઘટના સાંભળવા મળી છે. જેસલમેરનાં રામગઢમાં મહિલા દીક્ષા કંવરને બાળકની ડિલેવરી માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં ડિલેવરી દરમિયાન, તબીબી સ્ટાફે બાળકને એટલુ જોરથી ખેંચ્યું કે તેના શરીરનું બે ટુકડાઓમાં વિભાજન થઈ ગયું. શરીરતો બહાર આવી ગયું પણ તેનું માથુ ગર્ભાશયમાં રહી ગયું.

શરૂઆતમાં હૉસ્પિટલે આ વાતને શાંત પાડવાનું નક્કી કર્યું હતું. આ ઘટના વિશે સ્ત્રી અને તેના પરિવારને કશું જ કહ્યું નહીં. જ્યારે હૉસ્પિટલમાં મહિલાની સ્થિતિ બગડવાની શરૂઆત થઈ, ત્યારે તેને ફરીથી જોધપુર મોકલવામાં આવી. જોધપુરના હૉસ્પિટલમાં, ઘણા પ્રયત્નો કર્યા પછી ડોકટરો સમજી શક્યા નહીં કે આખરે શું થયું. ત્યારબાદ જ્યારે ડિલેવરી જોઈ ત્યારે ડૉક્ટરો આશ્ચર્ય પામ્યા કે માત્ર બાળકનું શરીર જ બહાર આવ્યું છે અને માથું તો અદંર જ રહી ગયું છે.

હોસ્પિટલના ડૉક્ટરો અને પરિવારના સભ્યો બધા જ આશ્ચર્યચકિત થયા હતા અને દુખી હતા. જ્યારે જોધપુર હોસ્પિટલના ડૉક્ટરોએ રામગઢના તબીબી કાર્યકારી ડૉ. નિખિલ શર્મા સાથે વાત કરી, ત્યારે તેનું કહેવું હતું કે બાળક પેટમાં પહેલેથી જ મૃત્યુ પામ્યુ છે. પ્રસવમાં મુશ્કેલી આવતી હતી. બાળકનો એકમાત્ર પગ બહાર આવી રહ્યો હતો. નાના હોસ્પિટલમાં આ બધી સુવિધાઓ હાજર ન હોવાથી મહિલાને જોધપુર પરત કરવામાં આવી હતી.

જો કે જોધપુરમાં જે ડૉકટરોએ જે જોયું હતું તે માનતા જ ન હતા. કારણ કે તેનું કહેવું છે કે આ બધુ અશક્ય છે. હૉસ્પિટલએ બાળકના માથાને પરિવારને સોંપી દીધુ, પરંતુ પરિવારના લોકો સંબંધીઓ સાથે પોલીસ પાસે માથુ લઈ ગયા. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે હોસ્પિટલ પહેલા તો વાતને ટાળવાની જ કોશિશ કરતી હતી. પરંતુ પોલીસના આકરા વલણ અપનાવ્યા પછી તેણે આખરે બાળકના શરીરને પોલીસમાં સોંપ્યું હતું. આ પછી પોલીસે મેડિકલ કર્મચારીઓ સામે કેસ નોંધાવ્યો છે. પોલીસ કહે છે કે બાળકના શરીરના બંને ભાગોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને તમામ ગુનેગારને સજા આપવામાં આવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter