GSTV
Home » News » चरति चरतो भगः ભારતના વાઘે જંગલમાંથી બહાર નીકળી 1600 કિલોમીટરનું વોકિંગ કરતા જાણકારો સ્તબ્ધ

चरति चरतो भगः ભારતના વાઘે જંગલમાંથી બહાર નીકળી 1600 કિલોમીટરનું વોકિંગ કરતા જાણકારો સ્તબ્ધ

શિકારની શોધ કરવા વન્ય પ્રાણીઓ જંગલની બહાર નીકળી આવતા હોય એવા કિસ્સા નિયમિત બનતા રહે છે. જોકે હવે સિૃથતિ એવી આવી છે કે જંગલી પ્રાણીઓ અગાઉ ક્યારેય ન ચાલતા હોય એટલુ વૉકિંગ કરી નાખે છે.ગીરમાં સિંહો નિયમિત રીતે ગીરના બહાર શહેરી વિસ્તાર સુધી પહોંચી જતા જોવા મળે છે.

એવા જ બે કિસ્સા વાઘની સફરના નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક રેડિયો કોલર લગાવેલા વાઘે ચારેક મહિના કરતા ઓછા સમયમાં બે રાજ્યના 6 જિલ્લામાં કુલ મળીને 1160 કિલોમીટરની સફર કરી નાખી હતી. તો આસામના કાઝિરંગા પાર્કના વાઘે 450 કિલોમીટરની પદયાત્રા કરી હતી.

મહારાષ્ટ્રની ટિપેશ્વર વાઈલ્ડલાઈફ સેન્ચુરીમાં સી-1 નામે ઓળખાતા વાઘને ફેબુ્રઆરીમાં રેડિયો કોલર ફીટ કરવામાં આવ્યો હતો. તેના કારણે તેની સફરનું ટ્રેકિંગ રાખી શકાતું હતું. જુન સુધીમાં આ વાઘ મહારાષ્ટ્ર અને તેલંગાણા એમ બે રાજ્યના 6 જિલ્લામાં ફરી વળ્યો હતો.

વાઘ ઘણુ ચાલી શકે છે, પરંતુ આટલુ બધુ ચાલી શકે છે,તેની નિષ્ણાતોને પહેલી વાર આ ટ્રેકિંગ દરમિયાન જાણ થઈ હતી. રસપ્રદ રીતે આ સફર દરમિયાન વાઘ ઘણા માનવ વસાહત ધરાવતા વિસ્તારમાંથી પણ પસાર થયો હતો. પરંતુ મોટા ભાગની સફર અંધારૂ થયા પછી ચાલી હોવાથી વાઘ કોઈની નજરે ચડયો ન હતો.

તેલંગણાના ચામોરશી જિલ્લાના કે-7 નામના વાઘે પોતાની સફર મહારાષ્ટ્રના ગઢચીરોલી સુધી લંબાવી હતી. ઑક્ટોબર 201૯ની આ સફર દરમિયાન તેણે કુલ 450 કિલોમીટરનું અંતર કાપ્યું હતુ. તેને પણ રેડિયો કોલર લગાવેલા હોવાથી તેનું પગેરૂં દાબવામાં વન વિભાગને સરળતા રહી હતી. આ પહેલા ગયા વર્ષે મહારાષ્ટ્રના 2 વર્ષના એક વાઘે 510 કિલોમીટરની સફર કરી હોવાનું નોંધાયુ હતુ.

વાઘની પરિભ્રમણ કરવાની અને વિવિધ વિસ્તારમાં ટકી રહેવાની ક્ષમતાથી નિષ્ણાતો અભિભૂત થયા છે. કેમ કે વાઘ શરમાળ પ્રાણી છે અને સામાન્ય સંજોગોમાં પોતાનો વિસ્તાર છોડીને બહાર જતું નથી.બીજી તરફ સફર દરમિયાન વાઘ અને મનુષ્યો વચ્ચે કોઈ ટક્કર ન થઈ એ પણ સરપ્રાઈઝની વાત છે.  અલબત્ત, સફર દરમિયાન સી-1નો એક દિવસ અચાનક ગામવાસી સાથે ભેટો થયો હતો અને તેમાં ગામવાસીને નાનકડી ઈજા થઈ હતી.

READ ALSO


Related posts

આ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન,એક બોટલની કિંમત એટલી જેટલામાં ખરીદી શકાય ઑડી કાર

Mansi Patel

ફુટબોલરની પત્ની સાથે પોલીસ ઓફિસરે કારમાં બનાવ્યા સંબંધ, હવે થઈ શકે છે સજા

Ankita Trada

દુનિયામાં સૌથી નાનું કદ ધરાવતા વ્યક્તિનું થયુ નિધન, ગિનીઝ બુકમાં નોંધાયુ હતુ નામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!