GSTV
Home » News » રાહુલ ગાંધીએ ગુરૂગ્રામમાં પદ્માવતના વિરોધમાં સ્કૂલ બસ પર પત્થરમારો કરવાની ઘટનાની કરી નિંદા

રાહુલ ગાંધીએ ગુરૂગ્રામમાં પદ્માવતના વિરોધમાં સ્કૂલ બસ પર પત્થરમારો કરવાની ઘટનાની કરી નિંદા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરિયાણાના ગુરૂગ્રામમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં થયેલા દેખાવો દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા સ્કૂલ બસ પર પત્થરમારો કરવાની ઘટનાની નિંદા કરી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે બાળકો સામેની હિંસાને યોગ્ય ઠેરવી શકાય નહીં. હિંસા અને નફરત કાયરોનું હથિયાર છે. રાહુલે ભાજપ પર નિશાન તાકતા કહ્યું કે ભાજપે નફરત અને હિંસાનો ઉપયોગ કરીને સમગ્ર દેશને આગમાં ધકેલ્યો છે.

રાહુલે આ ટ્વિટ હરિયાણાના ગુરૂગ્રામમાં પ્રદર્શન દરમિયાન સ્કૂલ બસ પર થયેલા પત્થરમારાના વીડિયોને ટાંકીને કર્યું હતુ.  ફિલ્મ પદ્માવતના વિરોધમાં નીકળેલા ટોળાએ ગુરૂગ્રામમાં કાયરતાની હદ વટાવી દીધી હતી.

રસ્તામાંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસમાં નાના ભૂલકાંઓ અને શિક્ષકો બેઠા હતા ત્યારે જ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. વીડિયોમાં શિક્ષકો નાના બાળકોને પથ્થરમારાથી તૂટતાં કાચથી બચાવવા માટે નીચે બેસાડી દીધા હતા. સમગ્ર દેશમાંથી આંખ બંધ કરી દેખાવ કરનારા તત્વો વિરુદ્ધ ફીટકાર વરસાવાઇ રહ્યો છે.

Related posts

પડતામાં પાટુઃ વધતા ભાવે વચ્ચે પટનાના ગોડાઉનમાંથી 8 લાખની ડુંગળી ચોરાઈ

Kaushik Bavishi

સાપુતારાના સૌથી ઉંચા ડુંગર પર મહિલા સેલ્ફી લેવા ગઈ અને 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી પણ મોત છેટુ રહી ગયું

Mayur

નો હેલમેટ, નો એન્ટ્રી : અમદાવાદની ખ્યાતનામ સંસ્થાએ પ્રવેશદ્વારે લગાવ્યા બોર્ડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!