GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 114 પોલિસકર્મી કોરોના સંક્રમિત, અત્યાર સુધી 2325 પોઝીટીવ અને 26ના મોત

કોરોના

દેશમાં કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. ત્યારે કોરોના વોરિયર્સ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. ડોક્ટરો પેરામેડિકલ સ્ટાફ વગેરે સિવાય પોલિસકર્મીઓ પણ કોરોના મહામારીમાં ખડેપગે કામ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વોરિયર્સ એવા પોલિસ કર્મીઓ પણ કોરોનાનો ભોગ બન્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમણ સાથે હવે પોલિસકર્મીઓનો પર વારો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 114 પોલીસકર્મીઓ કોરોના વાયરસની લપેટમાં આવી ગયા છે. કોરોના મહામારી વચ્ચે એક પોલિસકર્મીનું મોત પણ થયું છે. મહારાષ્ટ્રમાં કોરોના મહામારીથી સંક્રમિત થનારા પોલિસ કર્મચારીનો આંક પણ 2 હજારને પાર થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 2325 પોલિસ કર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધી 26 પોલિસ કર્મચારીઓના મોત પણ થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવનો આંક 62 હજારને પાર

દેશમાં સૌથી વધારે કોરોનાગ્રસ્ત રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ આવે છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો આંક 62,228 થયો છે. જ્યાં હાલમાં એક્ટિવ કેસનો આંક પણ 33133 છે. જ્યારે 26997 લોકો સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 2098 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે સંક્રમણ મુંબઈમાં થયું છે. મુંબઈમાં કોરોના સંક્રમણના કેસો 37 હજાર નજીક પહોંચી ગયા છે. દેશમાં તામિલનાડુને બાદ કરતાં અન્ય રાજ્યો કરતાં પણ ડબલથી વધારે કેસો મુંબઈમાં છે. મુંબઈમાં 36932 પોઝીટીવ કેસ આવ્યા જેમાંથી હાલ 19751 કેસ એક્ટિવ છે જ્યારે 16008 લોકો સાજા થયા છે. મુંબઈમાં 1173 લોકોના મોત પણ થયા છે.

દેશમાં કોરોના સંક્રમણનો આંક 1.74 લાખ થયો

દેશમાં કોરોનાનો હાહાકાર ફેલાઈ ગયો છે. દેશમાં છેલ્લા 24 કલામાં કોરોના મહામારીના 7964 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 265 લોકોના મોત પણ થયા છે. કોરોના સંક્રમણનો આંક વધીને 1.74 લાખ થઈ ગયો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 86256 થયો છે. કોરોનાથી સાજા થનારાની સંખ્યા પણ વધીને 82673 થઈ છે. દેશમાં કોવિડ 19 મહામારીથી દેશમાં અત્યાર સુધી 4981 લોકોના મોત પણ થયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે જ્યાં અત્યાર કોરના મહામારીનો આંક 62,228 થયો છે. મહારાષ્ટ્રમાં 2,100 લોકોના મોત પણ થયા છે. જ્યારે બીજા નંબરના પ્રભાવિત રાજ્ય તામિલનાડુમાં પણ આંક 20 હજારને પાર થયો છે. દિલ્લીમાં પણ સંક્રણમનો આંક 17 હજારને પાર થયો છે. દિલ્લીમાં એક જ દિવસમાં 1 હજારથી વધુ પોઝીટીવ કેસ આવ્યા હતા.

Read Also

Related posts

દિલ્હીમાં કોરોના વધી રહ્યો છે રોકેટગતિએ, છેલ્લા 24 કલાકમાં 1781 નવા કેસ

Pravin Makwana

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા

Nilesh Jethva

અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, છ લોકોના કરૂણ મોત, આઠને ઈજા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!